________________
સશાહપ્રત પ્રકાશન : મર્યાદાઓ અને અપેક્ષાઓ ૫૯ ધુવયં તત્ ધુનત્યમિત્તે વI) તથા શીલાંકની ટીકા (પૃ. ૧૪૨ : સમીતીય પૃહાત્વા નવાછરાવુિં - શરીર વેતિ ) જોતાં સી પાઠ વધુ યોગ્ય ઠરે છે. આના લીધે તે શ્લોકપંક્તિની અખંડિતતા જળવાઈ રહે છે. શુબ્રીગે પણ બે હસ્તપ્રતોના આધારે આ પાઠ માન્ય ગાયો છે (પૃ. ૨૩ પંક્તિ ૨૭). ઉપરાંત આ પાઠ આચાર સૂત્ર ૯૯માં આવતા એક શ્લોકની પ્રથમ પંક્તિ છે તે સ્પષ્ટ છે. અહીં પણ ટિપ્પણ ૧૪: આવો પાઠ ચૂર્ણિ-સંમત છે, તેમ નોધ છે. સરીર પાઠ શીલાંકની ટીકાના પરિશિષ્ટમાં (પૃ. ૩૨૧) સમાવ્યો નથી. આચાર સૂત્ર ૧૪૧ના ગધ, ( શ્બ્રીગ પૃ. ૧૯ પંક્તિ ૧૮), ચૂર્ણિ તથા શીલાંક, બધે ધૂળ સદી જેવો પાઠ ઉપર્યુક્ત શ્લોકમાંથી અંશરૂપે લીધો છે. આ
શ્લોકમાં આવતા #મ શબ્દનો સંબંધ ધૂ ક્રિયાપદ સાથે રહે છે તે હકીકત પણ પ્રાચીન સાહિત્યના પાઠ જોતાં સ્પષ્ટ થાય છે, ત્યાં ફર્મ/મ ના બદલે કોઈવાર રસ/, મન, જેવા પર્યાય શબ્દો યોજ્યા છે, જેમ કે :
દશવૈકાલિક ૪.૨૦ = (પુરૂ શ્મ), દશવૈકાલિક ૯.૩.૧૫. = ધુળિયા મને સૂત્રકૃત ૧.૨.૧.૧૫ = વિધુ. . . શિ. . . . . સરખાવો :છાંદોગ્ય ઉપનિષદ ૮.૧૩.૧ - વિધૂ . . . ધૂત્વા શારીરમ્ | મૈત્રાથમિ ઉપનિષદ ૪:૪૧.૯: નિધૂત-મત્ત જેતસ: કૌશીતકિ ઉપનિષદ ૧.૪:- સુકૃત-કુતિ ધુનતે . મુંડક ઉપનિષદ ૩.૧.૩ :- પુષ્યારે વિધૂ....
ઉપર્યુક્ત ખાસ (૩) થી (૭)ના બધા પાઠાંતરોને પ્રતોની મૌલિકતાના પુન:સ્થાપનના ઉદાહરણ તરીકે ગણી શકાય. આવા પુન: સ્થાપન માટે આવશ્યક પાઠ જો કોઈ એક હસ્તપ્રતમાં પણ પ્રાપ્ત થઈ જાય તો સંશોધક માટે તે એક પુત્રોત્સવ” નો પ્રસંગ થઈ પડે છે ! પણ તેવો કોઈ પાઠ હસ્તપ્રતમાં ન મળે તો? તો, તેવી બાબત પ્રકાશક સંશોધન પર છોડી દેવી ?
ઉપર જણાવેલી બધી હકીકતો પરથી એટલું તો તારવી શકાય છે કે હસ્તપ્રતપ્રકાશનનું કાર્ય ક્લિષ્ટ અને વિકટ બની રહે છે. વિવિધ વાચનાઓની કે શાખાની અનેકવિધ હસ્તપ્રતોનો વિવેક કરીને ઠેર ઠેર વેરવિખેર, વિકૃત કે સંકીર્ણ પાઠાંતરોથી પૂર્ણ તે બધી વાચનાઓમાંથી પ્રકાશનનો સરળ માર્ગ પ્રકાશકે જાતે જ શોધવો રહ્યો. (Constitutio textus). દરેક પ્રકાશકે તેમાં અનુકૂળ નીતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org