________________
૫૪ હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન આવાં પોથી-પ્રકાશનોમાં ઘાણા દોષો રહી જવા પામતા, અને સંશોધનોમાં તે પ્રકાશનોનો ઉપયોગ કરવા જતાં તેમાં અનેક પ્રશ્નો અણઉકલ્યા રહી જતા. છપાઈની અશુદ્ધિઓ ઉપરાંત તેમાં કેટલી, કઈ કઈ, ક્યાંથી પ્રાપ્ત હસ્તપ્રતોનો આધાર લીધો છે, અને તે બધી હસ્તપ્રતોમાં કયા કયા પાઠાંતરો મળી આવે છે, વગેરે વિશે આવાં પ્રકાશનોમાંથી ભાગ્યે જ કાંઈ જાણવા મળે છે. વળી, આગમગ્રંથના શ્રુતસ્કંધ, શતક, અધ્યયન જેવા વિભાગો, ઉદ્દેશ કે વર્ગ જેવા પેટાવિભાગો તથા તે સર્વેનાં નામો, કે તેમના તથા સુત્રોના સંખ્યા-ક્રમાંક કઈ હસ્તપ્રતોમાં મળે છે અને કઈમાં નથી મળતા તેવી સંશોધનો માટેની અત્યંત આવશ્યક બાબતો પોથી-પ્રકાશનમાંથી પ્રકાશમાં આવી શકતી નથી. તે ઉપરાંત, હસ્તપ્રતોમાંથી પોથીમાં થતા તે તે ગ્રંથના ઊતારામાં/નકલમાં પણ આ પોથીપ્રકાશકો કેટલીક વાર પોતાના આગવા સુધારા-વધારા કે ફેરફાર કરતા હોય છે, જેમાં એવો ભાસ થાય છે કે તેવા બધા ફેરફારો જાણે કે મૂળે હસ્તપ્રતોમાંથી જ ઊતરી આવતા હોય! આવા પ્રકારના ફેરફારો તેમના પોતાના છે એવી મતલબનું કાંઈ સૂચન આ પોથી-પ્રકાશકો અવશ્ય કરતા રહેતા નથી. આવાં પોથીપ્રકાશનો ખાસ તો જૈન સાધુઓ કે અન્ય ધર્મપરાયણ વ્યક્તિઓને લક્ષ્યમાં લઈને જ બહાર આવતાં લાગે છે.
આદર્શ આગમ પ્રકાશન :
પરંતુ ભાવિ સંશોધનોને લક્ષ્યમાં રાખી તથા તેમનું યોગ્ય અને બહુમૂલ્ય સમજીને થતાં જૈન આગમોનાં આદર્શ હસ્તપ્રત-પ્રકાશનો કરવાનું શ્રેય તો આખા ભારતમાં સૌ પ્રથમ મુનિ પુણ્યવિજયજીના જ ફાળે જાય છે. તેઓએ અને ત્યારબાદ મુનિ જંબૂવિજયજીએ જૈન આગમ ગ્રંથમાલા’ના હસ્તપ્રત-પ્રકાશનના કાર્યને વેગ આપ્યો, જેમાં ‘લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર (અમદાવાદ), ‘મહાવીર જૈન વિદ્યાલય” (મુંબઈ) અને પ્રાકૃત ગ્રંથમાલા” વગેરે સંકળાયેલાં રહ્યાં છે. આ રીતે 'જૈન વિશ્વ ભારતી’ (લાડનું, રાજસ્થાન) પણ હસ્તપ્રતોના આધારે થતા આગમ ગ્રંથ-પ્રકાશન માટે ભારતમાં એક જાણીતી સંસ્થા છે (તેની વિવેચના માટે જુઓ આચાર - પ્રસ્તાવના પૃ. ૩૮, ૪૨-૪૩).
સંશોધનલક્ષી હસ્તપ્રત-પ્રકાશનોમાં પ્રતોની મૌલિકતાનું પુન: સ્થાપન થાય તે (normalization) અત્યંત આવશ્યક છે. તેમાં લહિયાઓની ભૂલ સુધારવી, પ્રાચીન પાઠો શોધવા, સુધારવા વગેરે મુખ્ય બાબતો છે. આના લીધે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org