________________
હસ્તપ્રત-પ્રકાશન : મર્યાદાઓ અને અપેક્ષાઓ
૫૫
સંશોધનોમાં આગમ- ગ્રંથના મૂલ-સ્તર શોધવાનો માર્ગ મોકળો બને છે. આ જ માર્ગે મૂળ-ગ્રંથ' (ur-text) જેવા કોઈ ગ્રંથની (Proto-type/proto-text) ઝાંખી થાય છે, અને તે માર્ગે યોગ્ય દિશા-સૂઝ મળતાં "મૂળ-ગ્રંથ' નો આવિર્ભાવ પાગ શક્ય બને છે.
અપેક્ષિત આગમ પ્રકાશન :
કે આમ એકંદરે જોતાં જરૂરી જૈન આગમોનું પ્રકાશન લગભગ થઈ ગયું ગણાય. પરંતુ તે પ્રકાશિત આગમ-ગ્રંથો સંશોધનો માટે હજી કાંઈક અપૂરતાં છે, તેમની હસ્તપ્રતો વિશે હજી ઘણા પ્રશ્નો ઊઠે છે. વળી, પ્રકાશિત આગમો પરની ટીકાઓનાં સંશોધનાત્મક સંસ્કરણો હજી અસ્તિત્વમાં નથી આવ્યાં (જેમકે : શીલાંક, હરિભદ્ર, શાંતિસૂરિ, મલયગિરિ વગેરેની કેટલાક આગમો પરની ટીકાઓ). ઉપરાંત, આચાર પરની ગંધહસ્તિની ટીકા, ભગવતી પરની ચૂર્ણિ હજી પ્રાપ્ત થયાં નથી. તેમાં હસ્તપ્રતોના આધારે ભગવતીચૂર્ણિનું પ્રકાશન હાલ ‘લાલ. દલ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં (અમદાવાદ) તથા જૈન વિશ્વભારતી'માં (લાડનું) થઈ રહ્યું છે તે આનંદની વાત છે. લોયમાને તેને
આવશ્યક સાહિત્ય.....' માં વિશેષાવશ્યકભાણ પરની કોટ્યાચાર્યની ટીકાની હસ્તપ્રતોનો આધાર લીધો છે (જુઓ ઉપર : Ubersicht. ૧૯૩૩ પૃ. ૪૯/૫૧/b કોસ્યાચાર્યના બદલે ભૂલથી “શીલાંક” નામ જણાવ્યું છે). આવાં પ્રકાશનોથી આચાર, ભગવતી અને વિશેષાવશ્યકભાષ્ય આવશ્યક નિર્યુક્તિ પર કાંઈક વિશેષ પ્રકાશ પડશે. વળી, આગમ-ગ્રંથો ઉપરની ચૂર્ણિઓ અને નિર્યુક્તિઓનું સાહિત્ય પણ હસ્તપ્રતોમાંથી હજી પૂરતું બહાર આવી શક્યું નથી. તેમાં ફક્ત દશવૈકાલિકનિર્યુક્તિ (જુઓ ઉપર : લોયમાન - ૧૮૯૨) અને તે ઉપરની અગત્યસિંહની ચૂર્ણિ તે બંને મૂળ સૂત્રગ્રંથ સાથે ૧૯૭૩માં (Prakrit Text Society 99, Ahmedabad) usileidus 44 9. ચૂર્ગિઓ ઉપરની હસ્તપ્રતો મોટે ભાગે સ્વતંત્ર મળે છે, તેની સાથે કોઈ અન્ય ગ્રંથ કે ટીકા ભાગ્યે જ હોય છે, જ્યારે આગમ-ગ્રંથોની હસ્તપ્રતો કોઈક વાર જ સ્વતંત્ર રીતે, પણ વિશેષ તો નિર્યુક્તિઓ અને/અથવા ટીકાઓ સાથે મળે છે. ચૂર્ણિ સાહિત્ય ટીકાકારોને બહુ આકર્ષી શક્યું નથી, ટીકાકારોમાં ચૂર્ણિઓ સૌથી વધુ ઉપેક્ષિત રહી છે. ચૂર્ણિ પર કોઈએ સ્વતંત્ર કે સૂત્રગ્રંથ સાથે ટીકા રચી નથી, પણ નિર્યુક્તિઓ અને ટીકા હંમેશાં સાથે રહ્યાં છે, અને ટીકાકારોએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org