________________
૪૮ હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય : સંશોધન અને સંપાદન જે જુદું સ્વરૂપ વિકસ્યું તે ‘શારદા' લિપિ કહેવાઈ. જમ્મુ અને ઉત્તર પંજાબમાં ટાકરી લિપિ પ્રયોજાય છે. એ શારદા લિપિનું વળાંકદાર ઠાકુરી રૂપાંતર છે. જમ્મુ પ્રદેશમાં એનું ડોગરી સ્વરૂપ અને ચંબા પ્રદેશમાં ચમિયાલી સ્વરૂપ પ્રચલિત છે.
પંજાબમાં શીખ ધર્મના ગ્રંથોના શુદ્ધ લેખન માટે ત્યાંની પ્રાચીન લંડા” નામે મહાજની લિપિમાં પરિવર્તન કરી ગુરુ ગોવિંદસિંહે (૧૬મી સદી) ગુરુમુખી' લિપિ ઘડી.
બિહારમાં કાયસ્થ લોકોએ નાગરી લિપિનું ઝડપથી લખાય તેવું સ્વરૂપ પ્રયોજ્યું જે કૈથી લિપિ કહેવાય છે. એનાં સામાન્ય લક્ષણ ગુજરાતી લિપિનાં લક્ષણોને મળતાં આવે છે.
સમય જતાં આદ્ય નાગરી લિપિનું ભિન્ન રૂપાંતર થતાં બંગાળી, મૈથિલી, નેપાળી વગેરે લિપિઓ ઘડાઈ. મૈથિલી એ બંગાળીનું રૂપાંતર છે. ઉડિયા પ્રદેશમાં ઉડિયા લિપિ પ્રયોજાય છે. બંગાળી લિપિ બંગાળ, આસામ, બિહાર, નેપાળ અને ઓરિસ્સાના હસ્તલિખિત ગ્રંથોમાં પ્રયોજાઈ છે. હાલ આ લિપિ બંગાળ અને આસામમાં પ્રચલિત છે. મિથિલા પ્રદેશના બ્રાહ્મણો સંસ્કૃત ગ્રંથ લખવા મૈથિલી લિપિ પ્રયોજતા. ઉડિયા લિપિ પ્રાચીન બંગાળીમાંથી ઉદ્દભવી છે. સળંગ કલમે લખાય તેવા મરોડ તથા ગોળાઈદાર શિરોરેખાને લઈને આ લિપિના અક્ષર ઘણા વિલક્ષણ લાગે છે.
પ્રાચીન તેલુગુ-કન્નડ લિપિમાં સમય જતાં અક્ષરોની ગોળાઈ વધવા લાગી અને ઝડપથી લખવાને લીધે અક્ષરોના મરોડ બદલાતા ગયા અને એમાંથી વર્તમાન તેલુગુ- કન્નડ લિપિઓ વિકસી.
તેલુગુ લિપિ :
તેલુગુ લિપિ આંધ્ર પ્રદેશમાં અને એની આસપાસના ભાગમાં પ્રચલિત છે. એમાં મ થી ગૌ સુધીના સ્વરો માટે સ્વતંત્ર ચિત્ર છે. મેં અને મ નાં હ્રસ્વ-દીધ એમ બે ચિહ્ન પ્રચલિત છે. ૩ અને ૪ ની માત્રા અક્ષરની જમણી બાજુએ જોડાય છે. એમાં નાગરી લિપિની જેમ આડી શિરોરેખા હોતી નથી.
કનડ લિપિ :
કન્નડ લિપિ કર્ણાટકની લિપિ છે. હાલ માયસોર રાજ્ય અને એની આસપાસના ભાગમાં પ્રચલિત છે. એના ઘણા અક્ષર તેલુગુ લિપિના અક્ષરો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org