________________
હસ્તલિખિત પ્રતિઓની લિપિઓ
૪૯
જેવા છે. સ્વરમાત્રાઓમાં 9 અને ગો ના હસ્વ-દીર્ઘ એવા બે કરોડ મળે છે.
ગ્રંથ લિપિ :
જે પ્રદેશમાં તમિળ લિપિ પ્રચલિત છે ત્યાં સંસ્કૃત ગ્રંથો લખવા માટે તેલુગુકાનડી લિપિને મળતી એક ખાસ લિપિ વિકસી, એને ગ્રંથ લિપિ કહે છે. સમય જતાં ચાલુ કલમે લખવાથી, ઊભી તથા આડી રેખાઓને વળાંકદાર બનાવવાથી ને ઘણા અક્ષરોમાં શરૂઆતમાં, વચ્ચે કે અંતે ગાંઠ જેવો આકાર આપવાથી આ લિપિ વર્તમાન તેલુગુ અને કાનડી લિપિઓથી ઘાણી વિલક્ષણ બની ગઈ. એમાં ૌ નું સ્વતંત્ર ચિહ્ન છે. અને મોમાં હસ્વ-દીર્ઘના ભેદ નથી રૂ ની માત્રા જમારી બાજુએ જોડાય છે. [ ની માત્રા ડાબી બાજુએ જોડાય છે. એ માટે એવી બે માત્રાઓ ડાબી બાજુએ ઉમેરાય છે.
તમિળ લિપિ :
તમિળનાડુ પ્રદેશમાં તમિળ લિપિ પ્રચલિત થઈ. તેના લેખ ઈ.સ.ની ૭મી સદીથી મળે છે. આ લિપિનું ત્વરિત રૂપ વળતુ લિપિ છે. તમિળ લિપિના ઘાણા અક્ષર ગ્રંથલિપિના અક્ષરો સાથે ઠીક ઠીક સામ્ય ધરાવે છે. દ્રવિડ ભાષાઓની લિપિઓમાં હ્રસ્વ-દીર્ઘ ર તથા નો ભેદ તમિળ લિપિમાં શરૂ થયેલો જણાય છે. 3 અને રૂની માત્રા અક્ષરની જમણી બાજુએ, ર્ડ ની માત્રા અક્ષરની ઉપર અને ર તથા ની માત્રા ડાબી બાજુએ ઉમેરાય છે. મો માં મા ની માત્રા જમણી બાજુએ અને ની માત્રા ડાબી બાજુએ ઉમેરાય છે.
મલયાલમ લિપિ :
કેરલ રાજ્યમાં મલયાલમ લિપિ પ્રચલિત છે. આ લિપિ ગ્રંથ લિપિનું વળાંકદાર રૂપાંતર છે. આ લિપિમાં સંસ્કૃત ગ્રંથો પણ લખાય છે. આ લિપિમાં ઇ તથા લા માં હસ્વ-દીર્ઘનો ભેદ રહેલો છે. , હું અને ની માત્રા અક્ષરની જમણી બાજુએ અને ઇ ની માત્રા ડાબી બાજુએ ઉમેરાય છે.
તુળુ લિપિ :
દક્ષિણ કન્નડ પ્રદેશમાં સંસ્કૃત ગ્રંથો લખવા માટે વપરાતી તુળુ લિપિ મલયાલમ લિપિનું થોડા ફેરફારવાળું રૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org