________________
હસ્તલિખિત પ્રતિઓની લિપિઓ
તાડપત્ર અને કાગળ પર જ મળે છે. આ લિપિમાં લખાયેલ પ્રાચીન હસ્તપ્રત પંચમી કથા” (વિ. સં. ૧૧ - ઈ. સ. ૧૦૫૨-૫૩) ની પ્રાપ્ત થઈ છે.
ગુજરાતી લિપિ :
ગુજરાતમાં પ્રાદેશિક લિપિનું વિશિષ્ટ સ્વરૂપ ઘડાયું જે ગુજરાતી લિપિ તરીકે ઓળખાય છે. એના મરોડનો આરંભ ઈ. સ. ની ૧૫ મી સદીથી જોવા મળે છે. સળંગ શિરોરેખા તરીકે પહેલાં એક આખી લીટી દોરી એની નીચે અક્ષરો લખવાની પરિપાટી પ્રચલિત થઈ. શીઘલેખન માટે અક્ષરોને વધુ વળાંકદાર મરોડ આપવામાં આવ્યો. આથી ઘણા અક્ષરોના ઉપલા ડાબા છેડાને અને નીચલા જમાના છેડાને ગોળ મરોડવાળો બનાવાયો. મનો ઉત્તરી મરોડ શિરોરેખા વિના સળંગ કલમે “અ” ઘડાયો. ઈનું સ્વતંત્ર સ્વરૂપ લુપ્ત થયું. ‘એ', “એ”, “ઓ' અને “ઔ” એ ચારે અક્ષરોને ‘’માં તે તે સ્વરમાત્રા ઉમેરી સાધિત કરવામાં આવ્યા. સંયુક્તાક્ષરોમાં ઘણા પૂર્વગ અક્ષરોની જમણી ઊભી રેખાનો લોપ કરી એની સાથે અનુગ અક્ષર જોડાયો છે, જેમ કે ખ, મ, ધ્ય, ૭, શ્ય, ત્ય, બ, ન્ય, સ, ખ્ય, મ, ય, ત્વ, વ્ય, રમ અને રૂ. બાકીના અક્ષરોમાં કેટલાકમાં પૂર્વગ અક્ષરનું સંકુચિત સ્વરૂપ પ્રયોજાયું; જેમ કે “કવ', 'જવ” વગેરે. અનુગ મેં માં ડાબા પાંખાને છેડે ચાંચ કાઢી એને પૂર્વગ અક્ષર સાથે જોડવામાં આવ્યો, જેમ કે ‘ટય”. કેટલાકમાં સંયુક્તાક્ષરો નાગરી ઢબે લખાય છે. જેમકે ઇ, ઇ, ઘ, , , શ્ર, ભૈ, હ્ય વગેરે. કેટલાકમાં પૂર્વગ અક્ષરને હલન્ત દર્શાવવો પડે છે; જેમ કે, ધ્રુવ ટુવ, બ, કત,હવ વગેરે. આરંભમાં ગુજરાતી લિપિને (વાણિયાશાઈ’ કે ‘મહાજન” લિપિ કહેતા. ગુજરાતી ગ્રંથલેખનનો આરંભ ઈ. સ.ની ૧૫મી સદીથી થયો.
નાગરી લિપિના અક્ષર ઝડપથી લખવા માટે મહારાષ્ટ્રમાં કેટલાક સુધારા કરવામાં આવેલા. એમાં નાની નાની શિરોરેખાને બદલે લાંબી લીટી દોરી એક કે વધુ શબ્દ સળંગ કલમે લખાતા. આ લિપિને મોડી” લિપિ કહે છે. બ્રાહ્મીનાં પ્રાદેશિક રૂપાંતરો બે શૈલીમાં થયાં : ૧. ઉત્તરી અને ૨. દક્ષિણી.
ઉત્તર ભારતમાં ૪ થી સદીમાં ગુમ લિપિ પ્રયોજાતી. સમય જતાં એમાંથી ભિન્ન સ્વરૂપ ઘડાયું જેને કુટિલ લિપિ કહે છે. આ લિપિ ઉત્તર ભારતમાં ઈ. સ.ની દહીથી ૯મી સદી સુધી પ્રચિલત હતી. આ સમય દરમિયાન ગુજરાત અને દખ્ખણમાં ઉત્તરી શૈલી પ્રચલિત થઈ. ૧૮મી સદીથી કાશમીરમાં કુટિલ લિપિનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org