________________
૪૬
હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન
નાગરી લિપિ
ભારતમાં નાગરી લિપિ બધા જ પ્રદેશોમાં સહુથી વધુ પ્રચલિત છે. ઉત્તર ભારત તથા દખ્ખણમાં દેવનાગરી તરીકે ઓળખાય છે. દક્ષિણ ભારતમાં તેને નંદિનાગરી કહે છે. વર્તમાન નાગરીનો પ્રયોગ દખ્ખણમાં ૮ મી સદીથી જોવા મળે છે, જ્યારે ઉત્તર ભારતમાં મેવાડમાં ૧૦ મી સદીથી જોવા મળે છે. આ સમયની હસ્તપ્રતોમાં બે પંક્તિઓ વચ્ચે ઘણી ઓછી જગ્યા રાખવામાં આવતી અને એ ઓછી જગ્યામાં શિરોરેખા ઉપર અંતર્ગત “એ” નું ચિહ્ન ઉમેરવું હોય ત્યારે શિરોરેખાની ઉપર નહીં પણ અક્ષરની જમણી બાજુએ ઊભી પડિમાત્રાનો ઉપયોગ કરવામાં આવતો.
ઈ. સ.ની ૧૨મી - ૧૩મી સદી દરમિયાન નાગરી લિપિનો વર્તમાન મરોડ ઘડાયો. આ સમયમાં કાગળ પરની પ્રતો વિશેષ મળે છે. જૈન હસ્તપ્રત જૈન નાગરી લિપિમાં અને જૈનેતર હસ્તપ્રત નાગરી લિપિમાં લખાઈ છે. જૈન હસ્તપ્રતોમાં સમયનિર્દેશ પણ મળે છે.
જૈન નાગરી લિપિ :
મગધમાં વસતી જૈન પ્રજાએ દુષ્કાળ અને સાંપ્રદાયિક સાઠમારીને લીધે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સ્થળાંતર કર્યું ત્યારે બ્રાહ્મી-બંગલા લિપિની છાયા જૈન લિપિમાં ઊતરી. અક્ષરોના મરોડ, પડિમાત્રા વગેરેમાં તેની અસર દેખાય છે. શ્રમણ સંસ્કૃતિએ લેખનકલામાં પોતાને અનુકૂળ લિપિના ફેરફાર, સુધારાવધારા અને સંકેતોનું નિર્માણ કર્યું. આથી એ આગવી જૈન લિપિ તરીકે ઓળખાઈ. લિખિત પુસ્તકોની સંશોધન પદ્ધતિ, સાધનો, સંકેત ચિહ્નો, સંયુક્તાક્ષરો, મરડો વગેરે જુદા પડતા હોઈ આ લિપિ નવીન છે.
જુદી જુદી ટેવો, પસંદગી વગેરેને લઈને જૈન લિપિ અનેક ભાગોમાં વહેંચાઈ, જેમાં યતિઓની લિપિ, ખરતરગચ્છીય લિપિ, મારવાડી લેખકોની લિપિ, ગુજરાતી લેખકોની લિપિ વગેરેયતિઓની લિપિ અક્ષરોના ટુકડા કરી લખેલી હોય છે. મારવાડી લેખકો અક્ષરોનાં નીચેનાં પાંખડાં ઓછાં ખેચે છે. બીજા લેખકો વધુ ખેચે છે. પશ્ચિમ ભારતમાં પાંચમી સદીથી જૈન લેખનકલાનો આરંભ થયો. પરંતુ હાલ જૈન લિપિમાં લખાયેલ એક પણ ગ્રંથ ઉપલબ્ધ નથી. પશ્ચિમ ભારતમાં આ લિપિનો પ્રયોગ થયો હોવાથી જૈન લિપિની હસ્તપ્રતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org