________________
હસ્તલિખિત પ્રતિઓની લિપિઓ
૮
ઉદાનવર્ગની સંસ્કૃત હસ્તપ્રત ઈ. સ. ની ૭ મી સદીમાં કુચામાં પ્રચલિત બ્રાહ્મી લિપિમાં લખાયેલી છે. હોર્યુજી (જાપાન) ના મઠમાં સચવાયેલી ‘ઉષ્ણીષવિયધારિણી’ની તાડપત્રીય હસ્તપ્રત ઈ. સ. ની ૮ મી સદીની છે. એના અંતે આ સમયની પૂરી વર્ણમાળા આપવામાં આવી છે. ૧૬ સ્વરો, ૩૩ વ્યંજનો અને ક્ષ તથા ૭ જેવું મંગલચિહ્ન એમ ૫૧ ચિહ્નો પ્રયોજાયાં છે. હલન્ત અક્ષરોની નીચે જમણી બાજુ ત્રાંસી રેખા કરેલી છે.૧૯
ગુજરાતમાં મૈત્રકકાલ દરમિયાન અગાઉ જે અક્ષરોને મથાળે શિરોરેખા નહોતી થતી તેના મથાળે હવે શિરોરેખા ઉમેરાવા લાગી. ઉ. ત. ઋ, ન, જૂ. ગૂર્જર રાજાઓના હસ્તાક્ષરો ઉત્તરી શૈલીની લિપિમાં લખાયા. અંતર્ગત સ્વરચિહ્નો નાગરીની સમકક્ષનાં બન્યાં. અંતર્ગત ‘એ’ ના સ્વરચિહ્નને પડિમાત્રા સ્વરૂપે લખવાનું વલણ વધ્યું છે. સંયુક્તાક્ષરોમાં બંને વ્યંજનોની ઊંચાઈ સરખી જોવા મળે છે. અક્ષરોનો મરોડ ગોળ છે. ડૉ. બ્યૂ‚ર અને ઓઝા આ સમયની ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકની લિપિને પશ્ચિમી લિપિ તરીકે ઓળખાવે છે. જો કે ગુજરાતની લિપિમાં દખ્ખણની શૈલીની સાથે રાજસ્થાની શૈલીની અસર પગ જોવા મળે છે. પ્રાકૃત વિશેષાવશ્યક ભાષ્ય (લગ. ઈ. સ. ૬૧૦) માં તત્કાલીન લિપિઓની યાદીમાં ‘લાટ લિપિ’ (પ્રા. સાહતિવી) જણાવવામાં આવી છે. તે પરથી ગુજરાતની આ લિપિને લાટ લિપિ તરીકે ઓળખાવી
શકાય..
ઈ. સ. ૪૦૦ થી ૮૦૦ ના લિપિ વિકાસના ગાળામાં ગોદાવરી કૃષ્ણા પ્રદેશમાં આદ્ય કાનડી લિપિ વિકસી. કૃષ્ણા પ્રદેશની દક્ષિણના ભાગમાં સાતમી સદીમાં ગ્રંથલિપિ વિકસી. આ લિપિ આરંભમાં તેલુગુ અને કન્નડ લિપિ જોડે ઠીક ઠીક સામ્ય ધરાવતી, પણ સમય જતાં ચાલુ કલમે લખવાથી ઊભી અને આડી રેખાઓને વળાંકદાર મરોડ આપવાથી તેમ જ ક્યાંક ક્યાંક અક્ષરો વચ્ચે ગાંઠ બનાવવાની પ્રક્રિયાને લીધે આ લિપિએ વિશિષ્ટ રૂપ ધારણ કર્યું.
૪૫
વર્તમાન પ્રાદેશિક લિપિઓ
ભારતની બધીયે વર્તમાન પ્રાદેશિક લિપિઓ સમય જતાં બ્રાહ્મી લિપિમાંથી જ વિકસેલી છે. એમાં દ્રવિડ ભાષાઓ માટે વપરાતી લિપિઓનો પણ સમાવેશ થાય છે. દક્ષિણ ભારતની લિપિઓ પણ બ્રાહ્મી કુળનો જ પરિવાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org