________________
૪૪ હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય : સંશોધન અને સંપાદન અને પહોળાઈ વધી. સીધા મરોડના સ્થાને વળાંકદાર મરોડનું પ્રમાણ વધ્યું. ઘણા વર્ષોની ઊભી રેખાઓને નીચલે છેડેથી ડાબી બાજુએ વાળવામાં આવતી. સ્વરમાત્રાઓને ત્રાંસો વળાંકદાર મરોડ આપવામાં આવ્યો. હલનનું ચિહ્ન વર્તમાન હલત ચિહ્ન જેવું જ છે, જે પંકિતના નીચલા ભાગમાં નાના કદમાં લખવામાં આવતું. હલત્તનો પ્રયોગ ભારતમાં ઈ. સ. ની બીજી સદીથી મળે છે. , ૪ અને ૩ ના અક્ષરોનો પ્રયોગ થયો. જિલ્લામૂલીય અને ઉપષ્માનીય ધ્વનિઓ માટે ચિહ્નો પ્રયોજાયાં. લેખનની પ્રાદેશિક લઢણોના ઉપયોગ સાથે લિપિભેદ વિકસ્યા.
ઈ. સ. ૪૦૦ થી ૮૦૦ ના સમયમાં પ્રાદેશિક લિપિઓનાં આદ્ય સ્વરૂપ ઘડાયાં, જેને આઘ પ્રાદેશિક લિપિઓ કહી શકાય. ડૉ. દાનીએ એને ૧. ઉત્તર ભારત, ૨. ગુજરાત, રાજસ્થાન અને મધ્ય ભારત, ૩. દખ્ખણ અને ૪. દક્ષિણ ભારત એમ મુખ્ય ચાર વિભાગોમાં વહેચે છે.
આ સમયની ઘણી હસ્તપ્રતો મળી આવી છે. એમાં કલમ અને શાહીના ઉપયોગને લીધે બ્રાહ્મી અક્ષરોનાં ઘણાં નવાં રૂપો મળે છે. એમાં ત્રિકોણાકાર શિરચિહ્ન અને અક્ષરોની ઊભી રેખા નીચે એક પ્રકારનું પાદચિહ્ન જોવા મળે છે. દક્ષિણ ભારતમાં તાડપત્ર ઉપર તીણ શલાકાથી અક્ષરો કોતરવાની પ્રથા હતી, ત્યાં અક્ષર ગોળ અને પાંખા તરંગાકાર બન્યા. મૂળાક્ષરો અને સ્વરમાત્રાઓને સુશોભનાત્મક મરોડ આપવાની પ્રથાને લીધે અક્ષરોની જમાગી બાજુની ઊભી રેખાના નીચલા છેડા ડાબી બાજુ વળાંક લેવા લાગ્યા, જેને કુટિલ લિપિ કહે છે. આ સમય દરમિયાન હલન્ત અક્ષરને ચાલુ પંક્તિમાં સરખા કદમાં લખવામાં આવતો અને નીચે જમણી બાજુ જતી ત્રાસી રેખા ઉમેરવામાં આવી.
આ સમયગાળા દરમ્યાન મધ્ય એશિયામાંથી 'qyzyની ગુફામાંથી કુમારલાતની ‘કલ્પનામડિતિકા' ની તાડપત્રીય હસ્તપ્રત (ઈ. સ.ની ૫ મી સદી) ગુમકાલીન બ્રાહ્મી લિપિની મળી છે. એમાં પહોળી કલમના ઉપયોગને લઈને શિરોરેખા સળંગ ઘાટી છે. નીચે જતાં પહોળી થતી ઊભી રેખાને છેડે નાની કે મોટી આડી કે ત્રાંસી રેખા કરી તેમાં નીચલા છેડા બાંધી દીધા છે. આને પાદચિહ્ન તરીકે ઓળખવામાં આવે છે. આ મરોડ મથુરા શૈલીનો છે. કર્નલ બોઅર ને મળેલી ભૂર્જપત્ર ઉપરની ઔષધશાસ્ત્રની હસ્તપ્રત (પ્રાય: . સ.ની છઠ્ઠી સદી)માં ઘાટી શિરોરેખા, ઊભી રેખા નીચે પાદચિહ્ન જોવા મળે છે. અક્ષરોના મરોડ રાજસ્થાની શૈલીના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org