________________
હસ્તલિખિત પ્રતિઓની લિપિઓ પ્રજાએ બ્રાહ્મી લિપિની શોધ કરી હોવાનું મંતવ્ય રજૂ કર્યું. આ ધારણા ભૂલભરેલી છે. દ્રવિડો મૂળ દક્ષિણ ભારતના હતા. જ્યારે આર્યોનું મૂળ વતન ઉત્તર ભારતમાં હતું અને લેખનકળાનો સહુથી જૂનો નમૂનો ઉત્તર ભારતમાંથી મળ્યો છે.
બ્રાહ્મી લિપિનાં અનુકાલીન રૂપાંતરે અને વર્તમાન પ્રાદેશિક લિપિઓ :
પ્રાચીન બ્રાહ્મી લિપિનો સમય બૂલર અને ઓઝા ઈ. પૂ. ૩૫૦ થી ઈ. સ. ૩૫૦ સુધીનો મૂકે છે. આ સમયના મોટા ભાગના લેખો પ્રાકૃત ભાષાના મળે છે. મૌર્યકાલીન બ્રાહ્મી લિપિ સમગ્ર દેશની એક સરખી લિપિ તરીકે રહી છે. ભારતના જુદા જુદા પ્રદેશોમાં મૌર્ય સમ્રાટ અશોકના શૈલલેખ મળ્યા છે. આ બધામાં બ્રાહ્મી લિપિનો એક સરખો મરોડ પ્રચલિત હતો. અશોકના સમયમાં કેટલાક અક્ષરોનાં સ્પષ્ટ પરિવર્તનો થયાં હતાં. “અ” અને “આ” નાં ઓછામાં ઓછાં દસ રૂપ મળે છે. અશોકના અભિલેખોમાં ત્રણ બોલીભેદ જોવા મળે છે. પ્રાદેશિક ધોરણે કોઈ લિપિભેદ જોવા મળતો નથી. ડૉ. દાનીના મતે ઈ. પૂ. ૨૦ થી ઈ. સ. ૫૦ ના ગાળા દરમિયાન બ્રાહ્મી લિપિમાં નોંધપાત્ર રૂપાંતરો થયેલાં માલુમ પડે છે, અને તેમાંથી પ્રાદેશિક ભેદ વિકસવા લાગે છે. ડૉ. દાની તેને પ્રાદેશિક બ્રાહ્મી લિપિઓ કહે છે અને એને ૧ પૂર્વ ભારતીય, ૨. ઉત્તર-પશ્ચિમ ભારતીય ૩. ઉત્તર પશ્ચિમ દખ્ખણી અને. ૪. દક્ષિણ ભારતીય એમ ચાર વિભાગોમાં વર્ગીકૃત કરે છે."
આ સમય દરમ્યાન પૂર્વ ભારત અને ઉત્તર-પશ્ચિમ ભારતના પ્રદેશોની લિપિઓના સ્વરૂપમાં ઘણો ઓછો ભેદ જણાય છે. ભઢિપ્રોળ (તમિળનાડુ) સ્તૂપના મંજૂષા લેખમાંના અક્ષરોના આકાર બ્રાહ્મીના પ્રચલિત અક્ષરોના આકારમાંથી જ ઉદ્ભવેલા છે. દ્રવિડ અક્ષરો પણ સદશ બ્રાહ્મી અક્ષરોમાંથી સાધિત કરવામાં આવ્યા છે.
ઈ. સ. ૫૦ થી ઈ. સ. ૪૦ સુધીના ગાળામાં બ્રાહ્મી લિપિના સ્વરૂપમાં વિશિષ્ટ પરિવર્તનો થયાં. વર્ગોના મથાળે નાની આડી રેખારૂપે શિરોરેખા સ્પષ્ટ જોવા મળે છે. બે ટોચવાળા વર્ગો જેવા કે ધ, પ, અને ૪ માં ડાબી બાજુની ટોચ પર રેખા કરાતી જ્યારે ય જેવા ત્રણ ટોચવાળા વર્ણમાં એ વચલી ટોચ ઉપર ઉમેરાતી. મ માં એની બેય ત્રાંસી ટોચ પર કરાતી. ૫, ૩ અને જેવા અક્ષરો ઊંચા અને પાતળા થયા. ૫, ૫ અને ૬ જેવા અક્ષરોની ઊંચાઈ ઘટી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org