________________
ર
હસ્તપ્રતવિદ્યા અને આગમસાહિત્ય : સંશોધન અને સંપાદન
ભૂર્જપત્રો ઉપર આ લિપિ પ્રયોજાઈ છે. ખોતાન (ચીની તુર્કસ્તાન) માંથી આ લિપિમાં લખાયેલી બૌદ્ધ ધમ્મપદની હસ્તપ્રત પ્રાપ્ત થઈ છે. આ પ્રત પ્રાય: ગંધારમાં કુષાણકાળ દરમિયાન લખાઈ હતી. ચીની તુર્કસ્તાન (મધ્ય એશિયા) માં લાકડાંનાં પાટિયાં અને ચામડા પર લખેલાં ખરોષ્ઠી લખાણ Lou-lan, Tun huang અને Miran માંથી મળ્યાં છે. રેશમ પર લખેલાં ત્રણ ધાર્મિક અને બિનધાર્મિક લખાણ પ્રાકૃત અને ખરોષ્ઠીમાં છે. વેપારીઓ, કારકુનો અને ગુમાસ્તાઓ માટેની આ લિપિનાં પ્રાકૃત લખાણ સરળતાથી લખાતાં.
આ લિપિ સેમેટિક વર્ગની છે. પશ્ચિમ એશિયામાં પ્રયોજાયેલી ઉત્તરી સેમેટિક કુલની અરમાઇક લિપિના કેટલાક અક્ષરો સાથે ખરોષ્ઠી લિપિના સરખા ઉચ્ચારણવાળા અક્ષરો સામ્ય ધરાવે છે. ભારતીય વર્ણો લખવા માટે અરમાઇક વર્ણમાળામાં સુધારા- વધારા કરવામાં આવ્યા. અરમાઇક લિપિનું આ સુધારેલું ભારતીય રૂપાંતર તે ખરોષ્ઠી લિપિ. મૌર્યો, ભારતીય-યવનો, શક-પલવો અને કુષાણોના શાસનકાળમાં આ લિપિનો સ્થાનિક લિપિ તરીકે ઉપયોગ ચાલુ રહ્યો. ઈ.સ. ની પમી સદી પછી આ લિપિ સદંતર લુપ્ત થઈ
બ્રાહ્મી લિપિ :
બ્રાહ્મી લિપિ સમસ્ત ભારત વર્ષમાં પ્રયોજાતી અને સમય જતાં જુદા જુદા પ્રદેશોમાં જુદી જુદી રીતે ક્રમિક પરિવર્તન પામીને વર્તમાન ભારતીય લિપિઓ રૂપે હજુ પણ વિદ્યમાન છે. આમ વર્તમાન ભારતીય લિપિઓની જનની બ્રાહ્મી લિપિ છે.
પાશ્ચાત્ય વિદ્વાનોએ બ્રાહ્મીની ઉત્પત્તિ સેમેટિક કુળની લિપિઓમાંથી થઈ હોવાની કલ્પના કરી. તેમાંયે વિલ્સન, કસ્ટ, જોન્સ, વેબર, બ્યૂલર જેવા વિદ્વાનોએ બ્રાહ્મી લિપિનો ઉદ્ભવ ઉત્તરી સેમેટિક કુળની ફિનિશિયન લિપિમાંથી થયો હોવાનું સૂચવ્યું. ડીકેના મતે પ્રાચીન દક્ષિણી સેમેટિક લિપિ દ્વારા કમ્યૂનિફોર્મ (કીલાક્ષરી) લિપિમાંથી ઉત્પન્ન થઈ હોવાનું અને ટાયલરે બ્રાહ્મીની ઉત્પત્તિ લુપ્ત દક્ષિણી સેમેટિક લિપિમાંથી થઈ હોવાનું સૂચવ્યું. રાજલિ પાંડેય અને ગૌરીશંકર ઓઝા જેવા વિદ્વાનોએ બ્રાહ્મી લિપિ આ દેશમાં જ ઉદ્ભવી હોવાનો મત રજૂ કર્યો. જનરલ કનીંઘમ, ડાઉસન, લારસન જેવા વિદ્વાનોએ જણાવ્યું કે આર્ય બ્રાહ્મણોએ બ્રાહ્મી લિપિ દેશજ ભારતીય ચિત્રાક્ષરોમાંથી વિકસાવી.૪ એડવર્ડ ટોમસે સાંસ્કૃતિક રીતે આગળ વધેલી દ્રવિડ
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org