________________
હસ્તલિખિત પ્રતિઓની લિપિઓ
વિદ્વાનોએ ઘણા પ્રયત્નો કર્યા છે. આ લખાણોમાં આવતાં જુદાં જુદાં ચિહ્નોનું વર્ગીકરણ કરી એના મૂળાક્ષરોની અને એમાં ઉમેરાયેલાં માત્રાચિહ્નોની ગણતરી કરવાના પ્રયત્નો થયા છે. ડૉ. હન્ટરે કરેલા પૃથક્કરણ તથા વર્ગીકરણમાં જોડાક્ષર ન હોય તેવા અક્ષરોની કુલ સંખ્યા ૨૩૪ અને એમાં મૂળાક્ષરોની સંખ્યા ૧૦૨ છે. આ મૂળાક્ષરોમાં સ્વરચિહ્નો કે સ્વરભારચિહ્નો જેવાં ચિહ્નો ઉમેરેલાં જણાય છે. અક્ષરોમાંનાં કેટલાંક ચિત્રાત્મક છે. આ અક્ષરોના આકાર પરથી એને તે તે પદાર્થના ઘોતક માનવામાં આવ્યા છે. જેમ કે મનુષ્ય, નગર, ઘર, કેદી, ધનુર્ધારી, પક્ષી, મત્સ્ય વગેરે. આ લિપિનું સ્વરૂપ પૂર્ણત: ત્રિાત્મક નથી. કેટલાક વિદ્વાનો એમાં ભાવાત્મક તથા ધ્વન્યાત્મક ચિહ્નો હોવાનું ધારે છે. તો કોઈ એને મુખ્યત: મ્રુત્યાત્મક માને છે. ચિહ્નોની સંખ્યા પરથી આ લિપિ પૂર્ણત: વર્ગાત્મક નહીં હોવાનું પ્રતીત થાય છે. કેટલાક વિદ્વાનોએ આ લખાણોની ભાષા વૈદિક સંસ્કૃત જેવા હોવાનું ધાર્યું અને આ લિપિનાં ચિહ્નોને બ્રાહ્મી લિપિના પ્રાચીનતમ ચિહ્નો અનુસાર ઉકેલવા કોશિશ કરી છે. આ લિપિનાં કેટલાંક ચિહ્ન બ્રાહ્મી લિપિના અમુક અક્ષરો સાથે આકાર સામ્ય ધરાવે છે. તેમ જ બ્રાહ્મી લિપિની જેમ આ લિપિમાં પણ મૂળાક્ષરોમાં અંતર્ગત ચિહ્નો ઉમેરવાની પદ્ધતિ જણાય છે. આદ્ય-ઐતિહાસિક કાલની આ અણઊકલી લિપિમાંથી બ્રાહ્મી લિપિ ઊતરી આવી હોય એ ઘણું સંભવિત છે. છતાં આ બે લિપિઓનાં ઉપલબ્ધ લખાણો વચ્ચે હજારેક વર્ષનો લાંબો ગાળો રહેલો છે.
પ્રાચીન ભારતમાં મુખ્યત્વે બે લિપિઓ સહુથી વિશેષ પ્રચલિત હતી. બ્રાહ્મી અને ખરોષ્ઠી. ચીની વિશ્વકોષ ફા-યુઆન-સુ-લીન (ઈ. સ. ૬૬૮) માં` ત્રણ દૈવી તત્ત્વોએ લેખનકળાની શોધ કરી. પહેલા દેવ ફાન (બ્રહ્મા) જેમણે ડાબેથી જમણે લખાતી બ્રાહ્મી લિપિની શોધ કરી. બીજા દેવ કીય-લુ (ખરોષ્ઠ) જેમણે જમણેથી ડાબે લખાતી ખરોષ્ઠી લિપિની શોધ કરી. ત્રીજી લિપિની શોધ ફુંકીએ ઉપરથી નીચે લખાતી ચીની લિપિરૂપે કરી. એમાં પહેલી બે લિપિઓના કર્તા ભારતમાં જન્મ્યા.
ખરોષ્ઠી લિપિ :
આ લિપિ મુખ્યત્વે ભારતના ઉત્તર-પશ્ચિમ ભાગમાં જ પ્રચલિત હતી જે ધીમે ધીમે પ્રાચીન કાલમાં જ લુપ્ત થઈ ગઈ. હસ્તપ્રતોમાં આ લિપિનો પ્રયોગ ઈ. સ. ની રજી સદીથી જોવા મળે છે. અફઘાનિસ્તાનના એક સ્તૂપમાંથી મળેલા
Jain Education International
૪૧
For Private & Personal Use Only
www.jainelibrary.org