________________
૫. હસ્તલિખિત પ્રતિઓની લિપિઓ
ડૉ. ભારતીબહેન શેલત
લેખનકળા એ પ્રાચીન ભારતમાં શિક્ષણના પાયાના વિષયોમાંના એક વિષય તરીકે ખૂબ અગત્યનું સ્થાન ધરાવતી હતી. લેખનકળા માટે ‘લિપિ’ શબ્દ અને પ્રાથમિક શાળા માટે ‘લિપિશાળા’ શબ્દ પ્રયોજાતો.
વિદ્યાનાં પ્રાચીન દેવદેવીઓમાં બ્રહ્મા અને સરસ્વતીના હસ્તમાં હસ્તલિખિત ગ્રંથ ધારણ કરેલો હોય છે. જૈન અનુશ્રુતિમાં બ્રાહ્મી લિપિની ઉત્પત્તિ પ્રથમ તીર્થંકર ઋષભદેવે કરી મનાય છે, ત્યારે વૈદિક અનુશ્રુતિમાં એનું સર્જન જગતના • સર્જક બ્રહ્માએ કર્યું મનાય છે. પરંતુ અનુશ્રુતિઓની પ્રાચીનતા નકકી કરવી મુશ્કેલ છે.
બૌદ્ધ સાહિત્યના લલિતવિસ્તર (ઈ. સ. ૩૦૦ પૂર્વે) નામે સંસ્કૃત ગ્રંથમાં ૬૪ લિપિઓની યાદી આપવામાં આવી છે, તેમાં મહત્ત્વની લિપિ બ્રાહ્મી અને ખરોષ્ઠી દર્શાવી છે. અન્ય લિપિઓમાં પ્રદેશોનાં નામ પરથી પુષ્કરસારી, અંગ લિપિ, વંગ લિપિ, મગધ લિપિ, દ્રવિડ લિપિ જેવી લિપિઓનાં નામ અને જાતિ કે દેશવિદેશની લિપિઓ - દરદ લિપિ, ખાસ્ય લિપિ, ચીન લિપિ, હૂણ લિપિ વગેરેનાં નામ છે. સમવાયાંગ સૂત્ર અને પણવણા સૂત્રમાં ૧૮ લિપિઓની યાદી આપેલી છે. બંનેમાં ઘણાં નામ સમાન છે. આ યાદીમાં બંભી (બ્રાહ્મી), ખરોટ્ટી (ખરોષ્ઠી), પુક્ષ્મરસારિયા (પુષ્કરસારિકા), દ્વામિ લિપિ (દ્રાવિડી) લિપિઓનો સમાવેશ થાય છે. જૈન આગમોની યાદીમાં ‘જવાલિયા’ લિપિનો ઉલ્લેખ છે તે સ્પષ્ટત: યવનાની લિપિ છે. યવનોની લિપિના અર્થમાં યવનાની શબ્દ પ્રચલિત હતો. તેનો ઉલ્લેખ પાણિનીના‘અષ્ટાધ્યાયી (ઈ. પૂ. ૫ મી સદી) માં થયેલો છે. આમ ભારતમાં લિપિઓના ઉલ્લેખ છેક ઈ. પૂ. ૫મી સદીથી મળે છે.
હડપ્પા અને મોહેંજો-દડોનાં ખંડેરોમાંથી મુદ્રાઓ, મુદ્રાંકો અને તામ્રપટ્ટિકાઓ પર લખાણ કોતરેલાં મળે છે. તેની લિપિ ઉકેલવા પાશ્ચાત્ય અને ભારતીય
Jain Education International
૪૦
For Private & Personal Use Only
www.jainelibrary.org