________________
પ્રાચીન ગુજરાતી હસ્તપ્રતો: જતન-સંરક્ષણની પદ્ધતિ અને ઇતિહાસ ૧૫ ગોઠવાઈ નથી શકતી. એટલે એમાં વ્યવહારુ દિશામાં આયોજન થવું
જોઈએ. ૫:૮ જે-તે પ્રદેશની પ્રાચીન લિપિના અભ્યાસને કળા, શિલ્પ કે સાહિત્ય એમ
કયાંય અભ્યાસક્રમમાં સ્થાન નથી, એ પરિસ્થિતિમાં પ્રાચીન લિપિની તાલીમ-જ્ઞાન-માટેના સર્ટિફિકેટ અથવા તો ડિપ્લોમા કોર્સનું આયોજન કરવું જોઈએ. એના ખર્ચ માટેની જોગવાઈ કરવી જોઈએ. આ બધી બાબતોનો આપણા પ્રાચીન સંસ્કારધનની સામગ્રીરૂપ હસ્તપ્રતોના જતનમાં સમાવેશ કરવો જોઈએ. અન્યથા માત્ર સ્થૂળરૂપનું જતન-જાળવણી ગણાશે. જતનની વૈચારિક ભૂમિકામાં તથા એના અભ્યાસ તરફ વાળવાના ઉપર્યુક્ત મુદ્દાઓને પણ જો સૂક્ષ્મ રીતની ઉપર્યુક્ત ત્રણેય બાબતોની સાથે ભેળવવામાં નહીં આવે તો માત્ર એક કર્મકાંડરૂપનું ધૂળ જતન ગણાશે. પ્રાચીન હસ્તપ્રતોના જતનની આ પ્રિઝર્વેશન, કન્ઝર્વેશન અને રેસ્ટોરેશન અને સ્ટડી એવી ચતુર્વિધરૂપની પ્રક્રિયા મારી દષ્ટિએ પૂર્ણરૂપની પ્રક્રિયા છે.
હસ્તપ્રત જાળવણીનું એક શાસ્ત્ર છે. એક વિદ્યાશાખાની કોટિએ સ્થાન પામી શકે એવો આ વિષય છે. ખાસ કરીને હસ્તપ્રત જાળવણી સંદર્ભે જૈન સંપ્રદાયનું આગવું સ્થાન છે.
પ્રાચીન હસ્તપ્રતોની જાળવણીની જૈનોની આગવી યોજના પદ્ધતિને કારણે આજે વિશેષ માત્રામાં ગુજરાતી મધ્યકાલીન સાહિત્ય હસ્તપ્રતોરૂપે ઉપલબ્ધ છે. એના જતન અને સંરક્ષણની યોજનાને કારણે બહુમૂલ્ય જ્ઞાનવારસો અકબંધ રીતે જળવાઈ રહ્યો છે.ગુજરાતની સાંસ્કૃતિક મુદ્દાની દસ્તાવેજી સામગ્રીરૂપ આ હસ્તપ્રત ભંડારોથી બધા સુપરિચિત નથી.
જૈનોએ પ્રાચીન હસ્તપ્રતોની જાળવણી કરી એમાં પાર વગરની જૈનેતર કૃતિઓ પણ છે. જૈન ગુર્જર કવિઓની સંવર્ધિત આવૃત્તિના દશ ખંડો એનું ઉજ્જવળ ઉદાહરણ છે. આ હસ્તપ્રત ભંડારોમાં છેલ્લાં સાતસો આઠસો વર્ષની ભાષાકીય સામગ્રી સંગ્રહિત છે, એનું કથાની દૃષ્ટિએ, સાહિત્ય દષ્ટિએ મૂલ્ય હોય એ સ્વાભાવિક છે. પણ એમાં ગુજરાતી ભાષાનાં ઐતિહાસિક વ્યાકરણનાં ખરાં ઉદાહરણો પણ છે. માત્ર પદ્યકૃતિઓ જ નહીં બાલાવબોધ રચનાઓ અને અન્ય ગઘ કે ગદ્યપદ્ય ચિત્ર કૃતિઓને આધારે ગુજરાતી ભાષાના વિકાસની ભૂમિકાનું ખરું ચિત્ર પ્રાપ્ત થઈ શકે તેમ છે. ભારતના બહુ ઓછા પ્રાંતો પાસે આવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org