________________
૧૪ હસ્તપ્રતવિદ્યા અને આગમસાહિત્ય : સંશોધન અને સંપાદન
પુનરુદ્ધારની કામગીરી. આ ક્રિયામાં એક બીજી બાબત પણ સમાવિષ્ટ છે. તે છે, પૂરા શાસ્ત્રીય અભિગમથી પ્રાપ્ત હસ્તપ્રતોમાંથી યોગ્ય પાઠપસંદગી કરીને એને સંપાદિત કરીને મૂલ્યાંકન અને અર્થો સાથે અર્વાચીન ગુજરાતી ભાષામાં અનુવાદિત કરીને પ્રકાશન કરવું. આ પણ રેસ્ટોરેશન ક્રિયાનો જ એક ભાગ છે. આવી વિવિધ રૂપની ક્રિયાથી જ આપણે આપણી બહુ મૂલ્યવાન પ્રાચીન સંસ્કૃતિના પુરાવારૂપ સામગ્રીનું જતન કરી શકીશું.
(૫)
આ અત્યંત મહત્ત્વના ક્ષેત્રમાં તજ્જ્ઞો ખૂબ જ ઓછા છે. આમાં રસ લેનારા અને અનુસરનારા પણ ઓછા મળી રહે. તોપણ કેટલીક મહત્ત્વની અને આ ક્ષેત્રને પ્રેરકપોષક પ્રવૃત્તિઓ આરંભવી જોઈએ કે જેથી આ ક્ષેત્રનું એક વાતાવરણ બંધાશે.
૫:૧ પ્રદેશ કક્ષાની, ઝોન કક્ષાની અને રાષ્ટ્ર કક્ષાની સમિતિઓની રચના કરવી જોઈએ.
૫:૨ સતત પ્રજા સમક્ષ જુદાજુદા સમાચાર માધ્યમો દ્વારા આ ક્ષેત્રની વિગતો પ્રસ્તુત કરતાં રહીને લોકરુચિને ઘડવાના-કેળવવાના કાર્યક્રમોનું આયોજન થવું જોઈએ.
૫:૩ કળા, શિલ્પ, સાહિત્ય તથા અન્ય માનવવિદ્યાઓ વિષયક પાયાની અને મહત્ત્વની એવી અપ્રકાશિત રચનાઓ હસ્તપ્રતોમાંથી સંપાદિત થઈને પ્રસ્તુત થતી રહે એ માટે આયોજન ગોઠવવું જોઈએ અને જે તે ક્ષેત્રના તદ્વિદોની યાદી બનાવવી જોઈએ.
૫૪ હસ્તપ્રત સંશોધન-સંપાદન તરફ અભ્યાસીઓ વળે એ માટે ઉત્તેજનરૂપ સહાય-સુવિધા અને ગ્રાન્ટ ફાળવવી જોઈએ.
૫:૫ ડિપાર્ટમેન્ટ ઑફ આર્કિઓલોજી પીએચ.ડી. અને એમ. ફિલ. માટે ફેલોશિપ આપે છે એવી યુનિવર્સિટી, કૉલેજ ટીચર્સ કે પોસ્ટડૉક્ટરલ રિસર્ચ-વર્ક માટે ફેલોશિપ આપવાની યોજના કરવી જોઈએ.
૫:૬ આ પ્રકારના સંપાદન-સંશોધનના પ્રકાશન માટે ગ્રાન્ટ્સ આપવાનું આયોજન કરવું જોઈએ.
૫:૭ ક્રમ ૩, ૪, ૫ અને ૬ માટે ભારત સરકારના હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ અને નેશનલ આર્કાઇવ્ઝ ડિપાર્ટમેન્ટ્સ તરફથી મદદ માટેનું આયોજન છે. પણ એનું માળખું એવું છે કે એમાં ખરેખર રસ ધરાવતી કેટલીક વ્યક્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org