________________
પ્રાચીન ગુજરાતી હસ્તપ્રતો : જતન-સંરક્ષણની પદ્ધતિ અને ઇતિહાસ ૧૩
(૪)
પ્રાચીન હસ્તપ્રતોમાં રહેલી સામગ્રી માનવસંસ્કૃતિના બહુમૂલ્ય વારસાનું સંગમતીર્થ છે. એની ખરી જાળવણી એ આપણી નૈતિક ફરજ છે. જૈન ધર્મમાં તો હસ્તપ્રતોનું લેખન અને એની જાળવણી એ ધર્મકાર્ય, પુણ્યકાર્યનો જ એક ભાગ ગણાતું. એ પરંપરાને પરિણામે તેઓ દ્વારા વધુ ને વધુ સુરક્ષિતરૂપે હસ્તપ્રતો જળવાઈ છે. આ કારણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં જૈનસર્જકોનું પ્રમાણ પણ સારુ એવું છે, જ્યારે અન્ય જૈનેત્તર સર્જકો વિષયક બહુ જ ઓછો અને આછો અંદાજ મળે છે.
૪:૧
પ્રાચીન હસ્તપ્રતોને થયેલું નુકસાન કોઈ જ રીતે પૂરી શકાય એવું હોતું નથી. એટલે એનું જતન કરવાની પદ્ધતિ જાણવી એ એક અનિવાર્ય બાબત છે. નુકસાન પામતી હસ્તપ્રતોને સમુચિત રીતે સંરક્ષવાની (Conservation) ઉપરાંત યોગ્ય રીતે જાળવણી કરવાની (Preservation) તથા એના પુનરુદ્ધારની (Restoration) પણ આવશ્યકતા છે. મારી ષ્ટિએ ખરું અને પૂરું કન્ઝર્વેશન ઉપરાંત આ બે મુદ્દાથી થયું ગણાય. આમાં સૌ પ્રથમ પ્રિઝર્વેશન પછી કન્ઝર્વેશન અને ત્યાર બાદ રેસ્ટોરેશન એમ ક્રમ હોવો જોઇએ. આપણે આ ત્રણેય મુદ્દાઓને ટૂંકમાં સમજીએ.
૪:૧:૧
પ્રિઝર્વેશન : કોઈપણ વસ્તુ નાશવંત છે. પરંતુ એની યોગ્ય રીતે જાળવણી કરવામાં આવે તો એ લાંબો સમય ટકી રહે. કુદરતી-પ્રાકૃતિક સડાથી જે જીવાતોથી બચે એ રીતે હસ્તપ્રતોની જાળવણીની ક્રિયા તે પ્રિઝર્વેશન.
૪:૧:૨
કન્ઝર્વેશન : યોગ્ય રીતે પ્રિઝર્વેશન હોય છતાં અકસ્માતે કરીને કે પ્રકૃતિગત રીતે હસ્તપ્રતનું મૂળરૂપ નષ્ટ પામતું હોય તો એને અટકાવવા જાળવવા સંરક્ષણ માટે સૂઝપૂર્વકના રાસાયણિક ઉપચારોથી મૂળરૂપ ટકી રહે અથવા એ પ્રક્રિયા અટકે એ માટેની ક્રિયા તે કન્ઝર્વેશન.
૪:૧:૩
રેસ્ટોરેશન : પૂરો વિવેક જાળવીને, હસ્તપ્રતોમાંથી નષ્ટ થયેલી ખૂટતી કડીઓ જોડી આપવાની, ઝાંખા પડી ગયેલા રંગોની મૂળ વિગતો મૂકવાની અથવા તો નાશ પામી રહેલી મૂળ ચિત્રોની પ્રતિકૃતિ-રેખાંકનો-દોરીને રાખવાની ક્રિયા તે
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org