________________
૧૨
હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન
આવે છે. સુરત, વડોદરા, અમદાવાદ અને અમારે ત્યાં રાજકોટમાં પણ જૂની પદ્ધતિએ જ પ્રાચીન હસ્તપ્રતોની જાળવણી થાય છે. ક્યાંક માત્ર રેશમી કપડામાં અથવા સુતરાઉ લાલ કપડામાં કે પ્લાસ્ટિકની કોથળીમાં વીંટીને સ્ટીલના કબાટમાં જ જાળવવામાં આવે છે.
તાજેતરમાં જ “નેશનલ આર્કાઇવ્સ ઑફ ઇન્ડિયા' - ન્યૂ દિલ્હીના અનુદાનથી અમે ખાસ પ્રકારની હવા કે ધૂળ પણ ન પ્રવેશે એવી રચનાવાળી હસ્તપ્રતોને અનુરૂપ - અનુકૂળ કદની શુદ્ધ સાગના લાકડાની પેટીઓ કરાવી છે. એમાં ડામરની અને પેરાડાઇક્લોરોબેન્જાઇનની ગોળીઓ રાખીને હસ્તપ્રતોને જાળવવામાં આવે છે. આ પેટીઓ ૨૧ ગેજના પતરાના ખાસ ઉષ્ણતામાનથી તાપમાન આપીને કલર કરાવેલા કબાટમાં રાખવામાં આવે છે. આ કારણે ગરમી કે ભેજની વિકૃત અસર પ્રાચીન હસ્તપ્રતો ઉપર પડતી નથી અને આપણો પ્રાચીન વારસો એના મૂળરૂપે જળવાઈ રહે છે.
૩:૧
તાડપત્રની, ભોજપત્રની અને કાગળની હસ્તપ્રતો એમ અલગ-અલગ પ્રકારની હસ્તપ્રતોની બનાવટ જ જુદા પ્રકારની હોઈ એની જાળવણીના ઉપચારો પણ અલગ- અલગ હોય એ સ્વાભાવિક છે. તેમ છતાં આમાં પણ કેટલુંક તો સર્વસામાન્ય હોવાનું જ, તે કે કંઈ જ ખરાબ ન થાય એ માટેની અટકાવવાની ક્રિયા. જો ખરાબ થયું તો એ ખરાબીને દૂર કરવાની તથા વધુ ખરાબી ન થાય એ ક્રિયા ઉપરાંત ખરાબ થયેલ હસ્તપ્રતને પુન: એનું મૂળસ્વરૂપ પ્રાપ્ત થાય એ માટેની ક્રિયા. આમ ત્રણેક પ્રકારની ઉપચારક્રિયાઓની આવશ્યકતા તો કોઈ પણ પ્રકારની હસ્તપ્રતો માટે રહે છે. એટલે એમાંથી આ ક્ષેત્રમાં પડેલા સૌ કોઈ પરિચિત થાય એ માટેની જે તે પ્રાદેશિક ભાષામાં માહિતી આપતું સાહિત્ય અને સાધન-સામગ્રી ઉપલબ્ધ હોવાં જોઈએ.
આ ઉપરાંત પણ તાડપત્ર, ભોજપત્ર કે કાગળની હસ્તપ્રતોને ગરમી, ભેજ, સૂર્યપ્રકાશ, થાયઝેન્યુરા (Thysanura), આઈસોપ્ટેરા (Isoptera), કોલીયોપ્ટેરા (Colloptera), uita (Orthoptera) 34d siell8241 (Corrodentiea) પ્રકારની જીવાતો તથા ફૂગથી રક્ષણ મળી રહે એ માટે વૈજ્ઞાનિક પદ્ધતિના ઉપચારોનું સાહિત્ય પણ અનિવાર્ય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org