________________
પ્રાચીન ગુજરાતી હસ્તપ્રતો : જતન-સંરક્ષણની પદ્ધતિ અને ઇતિહાસ ૧૧
આપણે જાણીએ છીએ કે પ્રાચીન કાળમાં સૌ પ્રથમ આપણા વિચારોની શાબ્દિકભાષિકલિખિત અભિવ્યક્તિ પત્થરની શિલા, ત્યાર બાદ ધાતુઓની તકતીઓમાં, ત્યાર પછી તાડપત્રો, ભોજપત્રો, અને પછી કાગળની હસ્તપ્રતોમાં થયેલી. સદ્ભાગ્યે ગુજરાતમાં ઉપર્યુક્ત પાંચેય પ્રકારની સામગ્રી ઉપલબ્ધ છે. પરંતુ આ મધ્યકાલીન સાહિત્યિક સામગ્રીને જાળવતી પ્રાચીન હસ્તપ્રતોની સુરક્ષા માટેની પાયાની અને પ્રાથમિક કહી શકાય એવી ખરી-પૂરી માહિતી ઉપરાંત ચોકસાઈ તથા ચીવટ, હસ્તપ્રત ધરાવનાર સંગ્રાહક, સંસ્થા કે વ્યક્તિ પાસે નથી હોતી. એમાં જળવાયેલ ઐતિહાસિક, સાંસ્કૃતિક, રાજકીય, સામાજિક, સાહિત્યિક અને ભાષા-વ્યાકરણ સંબંધિત વિગતો કેટલી બધી ખપની છે એનો અંદાજ પણ નથી હોતો. પરિણામે એ પ્રાચીન હસ્તપ્રતોને માત્ર રાખી મૂકવામાં આવે છે, યોગ્ય સમયની માવજત અને પદ્ધતિસરની જાળવણીની પ્રક્રિયાથી એ વંચિત રહે છે. પોટલામાં-પટારામાં બિલકુલ અવ્યવસ્થિત રીતે પડી રહેલી હજારો સંખ્યાની હસ્તપ્રતોને જાળવવા માટે કંઈક કકરૂપની કાયદાકીય જોગવાઈ કરવી જોઈએ, અને એનો વિનિયોગ થાય એ માટેના શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન થવું જોઈએ.
હસ્તવિદ્યા આપણે ત્યાં ખરા અર્થમાં વિકસી નથી અને જરૂરી સ્થળોએ એની ખરી સમજ પણ પહોંચી નથી. એક વિષય તરીકેનો ઘમિક પરિચય કે એમાંની લિપિનો પરિચય મળી રહે એ માટે બહુ જ ઓછી શ્રદ્ધેય સામગ્રી પ્રકાશિત થઈ છે.
મહાન ઐતિહાસિક ચરિત્ર વસ્તુપાળના સમયની અને તેમના હાથે લખાયેલી તાડપત્રની હસ્તપ્રતો ગુજરાતના પ્રાચીન નગર ખંભાતમાં સચવાયેલી છે. હેમચંદ્રાચાર્યના સમયની પ્રતો તથા અવશેષો પણ અહીં છે. અહીં ખંભાતના હસ્તપ્રત ભંડારોમાં આ હસ્તપ્રતોને સુતરાઉ લાલ કપડામાં વીંટીને લાકડાની પેટીઓમાં રાખીને એ પેટીઓને લોખંડના કબાટમાં રાખવામાં આવે છે. મોટા ભાગની હસ્તપ્રતો સારી હાલતમાં છે. થોડા સમય પૂર્વે અમદાવાદની લાલભાઈ દલપતભાઈ પ્રાચ્યવિદ્યામંદિરે આ બધી જ તાડપત્રની હસ્તપ્રતોનું અને કેટલીક સચિત્ર હસ્તપ્રતોનું માઇક્રોફિભિંગ કાર્ય પૂર્ણ કર્યું. પાટણમાં આગથી પણ સુરક્ષિત રહે એ પ્રકારની કાયરપૂક ચેમ્બરમાં મહત્વની હસ્તપ્રતોને જાળવવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org