________________
આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજીની બહુશ્રુતતા ૯ મુનિ શ્રી પુણ્યવિજયજી જૈન આગમોના તો પ્રખર પંડિત હતા પણ ભારતીય દર્શનો - વિશેષ કરીને વેદાંત, સાંખ્ય ન્યાય અને યોગના પણ ઊંડા અભ્યાસી છે. તેઓ લિપિવિઘાના પણ સારા જાણકાર હતા. મૂર્તિવિદ્યા ખાસ કરીને Jain Iconography ના પણ તેઓ જાણકાર હતા. આ ઉપરાંત જ્યોતિષ, ગણિત, ખગોળ, છંદશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર, અંગવિઘા, નૃત્યશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર, સંગીતશાસ્ત્ર વગેરેની જાણકારી પણ તેઓ ધરાવતા હતા. તેમના શિષ્યમંડળમાં ડૉ. ભોગીલાલ જ. સાંડેસરા, ડૉ. ઉમાકાન્ત છે. શાહ, પંડિત અમૃતલાલ મોહનલાલ જેવા વિદ્વાનો હતા. પોતે આટલા બધા બહુશ્રુત પંડિત હોવા છતાં પંડિતાઈનું લેશ માત્ર અભિમાન ન હતું. તેઓ સાચા અર્થમાં મૂઠી ઊંચેરા મહામાનવ હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org