________________
૮ હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન
મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજે ગુરુકૃપાથી એકલે હાથે હજારો હસ્તપ્રતો સમજાવટથી પ્રાપ્ત કરી છે. રાજસ્થાનનું જેસલમેર એ તો સરહદી વિસ્તાર, ક્યારેક આકાશમાંથી બોંબવર્ષા થાય અને સર્વનાશ થઈ જાય એ કહેવાય નહીં તેમણે એકલા હાથે ઝૂઝીને સમજાવટથી ત્યાંના જૈનભંડારોમાંથી હજારો હસ્તપ્રતો અમદાવાદમાં લઈ આવ્યા અને લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરને ભેટ ધરી. હસ્તપ્રતો સાથે જૈન તીર્થકરો અને પરિકર, દેવતાઓની પથ્થરની, લાકડાની, ધાતુની અનેક કલાત્મક પ્રતિમાઓની પણ ભેટ ધરી. આજે લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની જે આંતરિક સમૃદ્ધિ છે તે મુનિ શ્રી પુણ્યવિજયજીને આભારી છે.
વિખ્યાત ચિંતક શ્રી દિલીપકુમાર રોયના પુસ્તક Among the great માં કવિવર રવીન્દ્રનાથ ટાગોરે વડા પ્રધાન જવાહરલાલ નેહરુ વિશે લખતાં કહ્યું છે : વસંતઋતુને ભારતવર્ષમાં જન્મ લેવાનું મન થયું અને તે જવાહરલાલ નેહરુના
સ્વરૂપે અવતરી. હું પણ મુનિ શ્રી પુણ્યવિજ્યજી મહારાજ અંગે કહી શકું કે ‘હસ્તપ્રતવિદ્યા - Manuscriptology ને ગુજરાતમાં જન્મ લેવાનું મન થયું અને તે કપડવંજમાં પુણ્યવિજ્યજી સ્વરૂપે અવતરી'. બાળપણમાં જ માતા સાથે દીક્ષા લીધી અને વિદ્યાગુરુઓ ચતુરવિજય મહારાજ અને કાંતિવિજ્યજી મહારાજની છાયામાં રહીને અગાધ જ્ઞાનરાશિ સંપાદન કરી. મુનિ શ્રી પુણ્યવિજયજી એટલે જ 'જ્ઞાનાર્ણવ'. પોતે જૈન સાધુ હોવા છતાં તેમની દષ્ટિ ઘણી વ્યાપક હતી. સાહિત્ય પરિષદના અમદાવાદ અધિવેશનમાં તેમણે કહેલું હું જૈન સાધુ હોઈ, જ્ઞાનભંડારોનું અવલોકન કરતાં મારું ધ્યાન મુખ્યત્વે જૈન કૃતિઓ તરફ જાય એ સ્વાભાવિક છે. આમ છતાં મારા અવલોકનમાં આવતી જૈનેતર નાની કે મોટી કોઈ કૃતિ તરફ મેં કદીયે ઉપેક્ષા કરી નથી.' તેમણે એમ પણ જણાવેલું કે 'પાટણ, ખંભાત, જેસલમેર આદિના અતિપ્રાચીન જ્ઞાનભંડારો તો જગપ્રસિદ્ધ છે જ, પરંતુ તે ઉપરાંત ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મારવાડ, મેવાડ, પંજાબ, ઉત્તર પ્રદેશ, દક્ષિણાદિ દેશોનાં અનેક નગર અને ગામોમાં જૈન શ્રીસંઘ અને જૈન મુનિઓના અધિકારોમાં જે જ્ઞાનભંડારો છે તેમાં આપ સૌની કલ્પનામાંય ન આવે તેવું અને તેટલું જૈન-જૈનેતર વિવિધ વિષ્યોને લગતું સાહિત્ય વિદ્યમાન છે, જેને આપણે સમગ્રપણે જાણતા પણ નથી. જેમ જેમ આ જ્ઞાનભંડારોનું અવગાહન કરવામાં આવે છે તેમ તેમ એમાંથી અનેક વિષયોને લગતી નવી નવી કૃતિઓ પ્રાપ્ત થતી જ જાય છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org