________________
૧૮. જૈનાગમોના પાઠસંપાદનમાં પ્રાચીન ભાષાકીય સ્વરૂપનું પુન:સ્થાપન
વસંતકુમાર મ. ભટ્ટ
ભૂમિકા :
પાઠસમીક્ષા (Textual Criticism) અથવા ‘સમીક્ષિત પાઠસંપાદન’ (Critical Text-Editing) નો ખ્યાલ કંઈક આ પ્રકારનો છે : કોઈ પણ ગ્રંથનો આજે જે
પ્રતિલિપિઓની પ્રતિલિપિઓમાં પાઠ સંક્રમિત થયો હોય તે લહિયાઓના અનેક પ્રકારના પ્રમાદને કારણે કે અકસ્માતને કારણે વિકૃત, ખંડિત અને અશુદ્ધ થયેલો હોય છે. આથી હસ્તલિખિત પ્રતોમાં જળવાઈ રહેલા એ એક જ કૃતિના વિવિધ પ્રકારના પાઠો (text) માંથી' મૂળ ગ્રંથકારે (જ) લખ્યો હોય એવા મૂળ પાઠને (Original text) ને શોધી કાઢવો, અનુમાનવો અને કાલાન્તરે પ્રવેશેલાં હોય એવા પાઠાન્તરોને પાદટીપમાં ચોક્કસ પદ્ધતિએ સંગૃહીત કરવાં એને ‘સમીક્ષિત પાઠસંપાદન' કહે છે.
૧. પાઠસમ્પાદનમાં ત્રિવિધ આયામો
મૂળ ગ્રંથકારનો સ્વહસ્તલેખ અને આજે આપણને ઉપલબ્ધ થતી કોઈકની હસ્તલિખિત પ્રત (manuscript) વચ્ચેનો પાઠસંક્રમણ (texttransmitation)નો ઇતિહાસ આપણે માટે તદ્દન અંધારામાં હોય છે - અજ્ઞેય હોય છે. એ સ્થિતિમાં એકાદ હસ્તપ્રતમાં મળતો જે તે કૃતિનો પાઠ તે મૂળ ગ્રંથકારે જ લખેલો પાઠ છે એમ માની શકાય એવું હોતું નથી. કારણ એ જ કૃતિની બીજા કોઈ પ્રાંતમાંથી મેળવેલી હસ્તપ્રત સાથે તેને સરખાવીએ તો, તે બેમાં ઘણો તફાવત જણાઈ આવે છે. કારણ પ્રાચીન અને મધ્યકાલીન ભારતમાં પ્રતિલિપીકરણનું કાર્ય યાંત્રિક ન હતું. આથી માનવ દ્વારા થતાં એ પ્રતિલિપીકરણમાં જે તે કૃતિનો મૂળ પાઠ અનેક રીતે વિચલિત થતો નોંધાયો છે. આ સંજોગોમાં ગમે તે એક હસ્તલિખિત પ્રતને લઈને કોઈ કૃતિનું પાઠસંપાદન કે
Jain Education International
૧૫૭
For Private & Personal Use Only
www.jainelibrary.org