________________
૧૫૮
હસ્તપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય: સંશોધન અને સંપાદન.
પાઠપ્રકાશન કરવું અનર્થકારી પૂરવાર થાય છે. આપણા પ્રાચીન ભાષ્યકારો અને ટીકાકારો પણ એ વાતની સાક્ષી પૂરે છે કે તેમને વારસામાં મળેલા જે તે કૃતિના પાઠમાં અપપાઠ, પાઠાન્તર, લુમાંશ અને પ્રક્ષિપ્ત અંશ વગેરે જોવા મળે છે. આ પછી યુરોપીય વિદ્વાનો જ્યારે પહેલવહેલા સંસ્કૃત, પાલિ અને પ્રાકૃત ભાષામાં લખાયેલા ગ્રંથોના પરિચયમાં આવ્યા, અને તેમણે તેનું પ્રકાશન કાર્ય હાથ ધર્યું ત્યારે તેમણે પાઠસંપાદન કેવી રીતે કરવું ? એના કેટલાક સિદ્ધાંતો વિકસાવ્યા છે. જેનો પ્રાથમિક પરિચય આપતું પુસ્તક ડૉ. સુમિત્ર મંગેશ કસાહેબે લખ્યું 9: Katre S. M. Introduction to Indian Textual Criticism; Deccan College, Pune, 1954. આ ઉપરાંત, પ્રસ્તુત લેખના લેખકે પણ ‘સંસ્કૃત પાડુલિપિઓ અને સમીક્ષિત પાઠસંપાદન-વિજ્ઞાન” (પ્રકા. સરસ્વતી પુસ્તક ભંડાર, અમદાવાદ, ૧૯૯૪) પુસ્તક દ્વારા આ દિશામાં એક પ્રયાસ કર્યો છે.
શ્રી કન્ટેસાહેબના ઉપર્યુક્ત પુસ્તકમાં નિરૂપિત પદ્ધતિએ લિખિત દસ્તાવેજોમાંથી (એટલે કે હસ્તલિખિત પ્રતોમાંથી) પાસંપાદન (textediting)નું કાર્ય કરવા ઉપરાંત, પાઠસમીક્ષાના ક્ષેત્રમાં કયારેક કોઈ કૃતિનો અમુક અંશ હસ્તપ્રતોમાંથી લુમ થયો હોય ત્યારે તે લુમાંશ માટે અન્ય સહાયક સામગ્રીમાંથી લુમપાઠાંશનું પુનર્ગઠન (reconstruction) પણ કરવું પડે છે. [El. d. gaul : The Panchatantra Reconstructed; ed. by Franklin Edgerton; vol. I & II, American Oriental Society, New Haven, Connecticut, O. s. A. 1924. (ભાગ-રની પ્રસ્તાવના)], અથવા કયારેક પ્રાચીનતમ પાઠનું નવું સ્થિત્યંતર પેદા થયું હોય ત્યારે તેવા પાઠના પુનર્વસન (restoration અથવા rehabilitation)નું કાર્ય પણ હાથ ધરવું પડે છે. આમ પાઠસમીક્ષા” ના કાર્યક્ષેત્રમાં ત્રિવિધ આયામો જોવા મળ્યા છે.
પ્રસ્તુત લેખમાં જેનાગમોની પાઠસમીક્ષાના સંદર્ભમાં જે પ્રકારની સમસ્યા ચર્ચવામાં આવી છે, તે કેવળ હસ્તપ્રતોમાંથી પાકસંપાદનની સમસ્યા નથી, પણ જૈનાગમોના પાઠમાં કાલાન્તરે જે નવું સ્થિત્યંતર પેદા થયું છે, તેના પુનર્વસન (પુન:સ્થાપન)ની સમસ્યા મુખ્ય છે. જેની, હવે ચર્ચા હાથ ધરીશું.
૨. જેનાગમોની વિવિધ વાચનાઓ અને ભાષાકીય રૂપાંતરો
બ્રાહ્મણ સંસ્કૃતિના વેદોનો; તથા શ્રમણ સંસ્કૃતિના જૈનાગમો અને બૌદ્ધત્રિપિટકોનો પાઠ એ એવા પ્રકારનો પાઠ છે કે જેમાં મૂળ ગ્રંથકારનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org