________________
૧૨૮ હપ્રતવિદ્યા અને આગમ સાહિત્ય : સંશોધન અને સંપાદન ગ્રંથને અનુસરે છે ? છેક પ્રથમ અધ્યાયના ચોથા પાકના બીજા પાદનો અંત પછી નજરમાં આવ્યું કે બુદ્ધિસાગરસૂરિ વાસ્તવમાં શાકટયન વ્યાકરણને લક્ષમાં રાખતા જણાય છે ! એ પહેલાં તો પાણિનિ, ચાન્દ્ર અને જૈનેન્દ્રના વ્યાકરણોમાં બુદ્ધિસાગરસૂરિનાં વ્યાકરણસૂત્રોનું સ્થાન ખોળે રાખ્યું કેમ કે ખુદ બુદ્ધિસાગરસૂરિના જયેષ્ઠ બંધુ તથા જગુરુભાઈ શ્રી જીનેશ્વરસૂરિએ ‘પ્રમાલક્ષ્ય' (સ્લોક ૪૦૫) ની સ્વપજ્ઞવૃત્તિમાં આને લગતો સ્પષ્ટ નિર્દેશ કરતાં કહ્યું હતું કે “શ્રી ગુણાકારરા: પાનિવ મૈનેન્દ્ર વિઝાન્ત ટુરામવાય, वृतबन्धैः धातुसूत्रगणोणादि वृत्तबन्धैः कृतं व्याकरणं संस्कृतशब्दप्राकृतशब्द सिद्धयेः..." પણ શાકટાયન વ્યાકરણમાં નજર કરવા લાગતાં જ કેટલુંક સામ્ય નજરે ચઢવા લાગ્યું. તેમાંના કોઈક સૂત્રો કવચિત મોટે ભાગે થોડાક શબ્દોના ફરક સાથે બુદ્ધિસાગર વ્યાકરણમાં લઈ લીધાં છે. વળી જેમ શાકટાયને પ્રથમ અધ્યાયના બીજા પાકની પ્રથમ સૂત્રની સ્વોપલ્લવૃત્તિમાં આખા લિંગાનુશાસનને સમાવી લીધું છે, એમ બુદ્ધિસાગરસૂરિએ પણ એમ જ કર્યું છે. આ સામ્ય નજરે ચડતાં જ શાકટાયન વ્યાકરણ ઉપર નજર રાખવા માંડતાં ઘણીવાર ભ્રષ્ટ પાઠ સરખો કરવાની દિશા પણ હાથ લાગી. આમ આ બધી મુશ્કેલીઓ ધીમે ધીમે માર્ગમાંથી હટવા લાગી અને ગ્રંથપાઠનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થવા લાગ્યું.
સાર :
બુદ્ધિસાગર વ્યાકરણને આચાર્ય બુદ્ધિસાગરસૂરિના પંચગ્રંથી' વ્યાકરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. એની રચના ઈ. સ. ની દસમી સદીના અંતમાં અને અગિયારમી સદીની પહેલી પચીસી દરમિયાન થઈ હતી. આ ગ્રંથની ચાર હસ્તપ્રતો મળી આવે છે : જેસલમેરની તાડપત્રીય પ્રત, વડોદરાની કાગળની પ્રત અને પાટણની કાગળની બે પ્રતો. આ પ્રતોનું વિગતવાર વર્ણન તથા તેના સંપાદનમાં નડેલી મુશ્કેલીઓ તથા તેના નિવારણની ઉપાયયોજના અંગે આ લેખમાં માહિતી આપવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org