________________
૧૪. ભારતનું નાટ્યશાસ્ત્ર :પાડુલિપિ, “N” . એક સમીક્ષા
તપસ્વી નાન્દી
વડોદરાની ઑરિએન્ટલ ઇન્સ્ટિટયૂટે ભરતના નાટ્યશાસ્ત્રની એક આજ સુધી ઉપયોગમાં ન લેવાઈ હોય તેવી પાડુલિપિ નેપાળમાંથી પ્રાપ્ત કરી અને તેનું લિમંતર - ટ્રાન્સસ્ક્રિપ્ટ - તૈયાર કરાવ્યું છે. તેના અનુસંધાનમાં g... સિરીઝમાં એ સંસ્થાએ પ્રકાશિત કરેલા નાટ્યશાસ્ત્રનાં ચાર ભાગોનું પુન:સમીક્ષા સાથેનું પ્રકાશન હાથ ધર્યું છે. તેમાંનો પહેલો ભાગ ડે. ક્રિષ્ણમૂર્તિએ તૈયાર કર્યું.
જ્યારે ભાગ ૨, ૩ અને ૪નું કાર્ય ડૉ. કુલકર્ણી અને ડૉ. તપસ્વી નાન્દીના સહસંપાદનથી ચાલે છે. કાર્ય પૂર્ણ થયું છે અને ભાગ-૨ નજીકમાં જ પ્રેસમાં જાય તેમ છે. આ લેખમાં આપણે આ લિવ્યંતર કરેલી નેપાળની (N) પાડુલિપિ ખાસ કરીને ભાગ-૨ ના સંદર્ભમાં વિચારીશું.
ભરતના નાટ્યશાસ્ત્રની આ (N) પાડુલિપિ વિશે પહેલાં કેટલીક સામાન્ય નોંધ ધ્યાન ઉપર લઈશું જેમ કે, સહુ પ્રથમ એ વિગતનો નિર્દેશ કરીશું કે (N) પાડુલિપિમાં જે પાઠાન્તરો વાંચવા મળે છે તે અઘાવધિ ઉપયોગમાં લેવાયેલ તમામ જુદી જુદી પાડુલિપિઓમાં અત્રતત્ર જોવા મળે છે. તાત્પર્ય એ કે આ પાડુલિપિ કોઈ એક કુળની હોય તેવું જણાતું નથી. ઘણીવાર તો કેવળ એક જ શ્લોકના પાઠ જુદી જુદી પાડુલિપિમાંથી હોય તેવું પણ જોવા મળે છે.
વળી એમ પણ જણાય છે કે ના. શા. ના જુદા જુદા અધ્યાયોમાં પાડુલિપિ N. આ કે તે પાડુલિપિની વધુ નજીક રહેલી છે. આ વિગતનું તારણ પ્રસ્તુત સંપાદનમાં જે તે અધ્યાયના સંદર્ભમાં લેવામાં આવ્યું છે. વળી, N. માં જુદા જુદા અધ્યાયોમાં ઘણે સ્થળે તદ્દન નવા જ પાઠો પણ વાંચવા મળે છે.
જે તે અધ્યાયોમાં શ્લોકોની સંખ્યા, શ્લોકોની આનુપૂર્વી, શ્લોકાધના ફેરફારો વગેરેની પણ નોધ નવા સંપાદનમાં તુલનાત્મક દૃષ્ટિએ લેવાઈ છે. અધ્યાયોના ક્રમમાં પણ ભેદ જણાયો છે.
૧૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org