________________
બુદ્ધિસાગર વ્યાકરણ : હસ્તપ્રતો અને સંપાદન ૧૨૭ મુશ્કેલી વિકરાળ મોં ફાડીને સામે ખડી થઈ ગઈ. આરંભના બીજા શ્લોક પછી १७५ मावतुं तुं प्रत्याहारात् मुक्त्वा पद्यप्रतिज्ञेति सहेतुकमाह । अचालितेत्यादि શ્નો: ! તે પછી હસ્તપ્રતમાં ક્યાંય પણ માનિત થી શરૂ થતો શ્લોક જ ના હતો. તેને બદલે મૂળ ગ્રંથકારે કે જેસલમેર પ્રતના લહિયાએ, એ શ્લોકનો મૂળપાઠ આપવાને બદલે તેના ઉપરની લેખકની સ્વોપલ્લવૃત્તિ જ લખવા માંડી હતી! આ મુશ્કેલી છેક પંદરમા પદ્ય સુધી ચાલતી રહી !! અહીં હવે તાળો મળ્યો કે પંડિત બેચરદાસજીને મોં માથું નહોતું જડતું તેનું કારણ આ મૂળ શ્લોકોનો પાઠ હસ્તપ્રતમાં આપ્યો ન હતો તે હતું !!!
હવે સંપાદનની ખરી કામગીરી કરવાની આવી. મૂળ શ્લોકો લેખકે કે લહિયાએ ભલે ન આપ્યા હોય, પણ તેમની સ્વપજ્ઞવૃત્તિ તો આપી જ હતી. તેથી સંપાદકનું એ કર્તવ્ય થઈ પડ્યું કે એ શ્લોકોની સ્વપજ્ઞવૃત્તિને આધારે
શ્લોકોની પુન: રચના (Reconstruction) કરવું, અને એ પુનનિર્મિત પાઠ લંબચોરસ કૌસોમાં મૂકીને સંપાદિત પાક તરીકે આપવો. આ રીતે લગભગ પ્રથમ અધ્યાયના બીજા પાકના અંત સુધીના ગ્રંથપાઠનું સંપાદન, વચ્ચે વચ્ચે પાણિનિની અષ્ટાધ્યાયી, તે ઉપરની કાશિકાવૃત્તિ, જૈનેન્દ્ર વ્યાકરણ અને શાકટાયનવ્યાકરણ તથા વામનનું અને દુર્ગનું લિંગાનું શાસન એ બધા ગ્રંથોની સહાય લઈને ચાલતું રહ્યું.
ત્યારબાદ એક બીજી મુશ્કેલીનો ખ્યાલ આવ્યો. પ્રશ્ન એ થયો કે પ્રથમ અધ્યાયના બીજા પાદના પ્રથમ સૂત્રની સ્વપજ્ઞવૃત્તિના ભાગ તરીકે ૩૮ પઘોમાં જે લિંગાનુશાસન છે તેના શ્લોકોનો સ્થાનનિર્દેશ કરવો પડે તો કેવી રીતે કરવી? આના ઉકેલરૂપે વિચાર કર્યો કે આખા ગ્રંથમાં અધ્યાય અને પાદવાર વિભાજન છે. પણ સાથે સાથે આખો મૂળ ગ્રંથ પદ્યમય છે અને એ પદ્યોની સ્વપજ્ઞવૃત્તિમાં પણ પદ્યો છે અને એ પઘો ઉપર પાછી સ્વોપજ્ઞવૃત્તિ છે તેથી સ્થાનનિર્દેશ માટે અધ્યાય, પાદ, પદ્ય, સૂત્ર અને વૃત્તિસ્થ પદ્ય એમ કમાંકપરક ગાગતરી રાખવામાં આવે તે જરૂરી છે. આ ભાન થતાં જ મૂળગ્રંથના પદ્યોમાં પદ્યબદ્ધ થયેલાં સૂત્રોને સળંગ તથા પઘવાર તથા સૂત્રવાર કમાંકો આપવા. આ માટે દરેક સૂત્રથી નવો પેરા પાડવો જરૂરી જણાયો અને પ્રથમ અધ્યાયના બીજા પાદ સુધીના સંપાદનમાં આમ કર્યું ન હોવાથી આ વિશેના સુધારા ગ્રંથની સંપાદિત પ્રેસકોપીમાં કરી નાખવા.
ત્યાર બાદ ત્રીજી મુશ્કેલી એ આવી કે કવિ પૂર્વસૂરિઓમાંથી કયા ગ્રંથકારના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org