________________
બુદ્ધિસાગર વ્યાકરણ હસ્તારો અને સંપાદન ૧૨૧ સં. મિ. છે. એમાં પત્ર નં ૨૦૧ ખોવાઈ ગયું છે. સૂચિમાં આ હસ્તપ્રતમાં સચવાયેલી કૃતિનું નામ “બુદ્ધિસાગર વ્યાકરણ” દર્શાવવામાં આવ્યું છે. આ પત્ર આશરે વિક્રમ સંવતની ૧૩મી સદીમાં લખાઈ હતી. પ્રથમ પત્રની ડાબી બાજુમાં આશરે આઠમા ભાગનો ટુકડો પડી ખોવાઈ ગયો છે. પ્રત્યેક પત્રના બન્ને બાજુનાં પૃષ્ઠો પર ૩ થી ૬ પંકિતઓમાં લખાણ છે. પત્રમાં જમણા અને ડાબા હાંસિયા છે, પણ સાથે સાથે વચ્ચે પણ સરખા ભાગવાળી લંબાઈના બીજા બે હાંસિયા પાડ્યા છે અને એ બે હાંસિયાઓમાં દોરી પરોવવા માટે છિદ્ર રાખવામાં આવ્યું છે. આ હસ્તપ્રતમાંનું લખાણ જૈન દેવનાગરી લિપિમાં પડિમાત્રાની પદ્ધતિએ લખવામાં આવ્યું છે. પ્રથમ પત્રનું એક પૃષ્ઠ કોરું છે.
જ્યારે બીજા પૃષ્ઠ ઉપર “ નિનને સાયમસિં સ્મતાનાં ગુર | નવા” એમ લખાણ શરૂ થાય છે. આ હસ્તપ્રતના અંતે ૩૭૪માં પત્રના પ્રથમ પ્રકમાં
જમણી બાજુના છેલ્લા એકતૃતીયાંશ ભાગની છઠ્ઠી પંકિતના આરંભથી આ - પ્રમાણે લખાણ છે. શ્રી નારાતિપુર તાદ્ય મા સતસ ૨૨ //
.” ફોટોકોપીમાં તાડપત્રનાં પાનાં એવી રીતે ગોઠવવામાં આવ્યાં છે કે દરેક પ્લેટમાં ૧૪ પૃષ્ઠો આવે અને તે દરેક કાં તો પત્રોનાં એક સરખા જ પૂછો હોય - બધાં જ મ પૃષ્ઠો અથવા બધાં પત્રકમાંકવાળાં ૨ પૃષ્ઠો. છેલ્લી ૧૮૭ ક્રમાંકવાળી પ્લેટમાં પૃષ્ટવાળાં પાંચ પત્રો (ક્રમાંક ૩૬૯ થી ૩૭૩)ના ફોટા છે,
જ્યારે તેની પૂર્વેની ૧૮૬મી પ્લેટમાં છ પત્રો (કમાંક ૩૬૯ થી ૩૭૪)ના ૩ પ્રમના ફોટા છે. આ ફોટા પછી આશરે ૬ સે.મિ. ની જગા વચ્ચે છોડી દઈને નીચે અંગ્રેજી કેપિટલ અક્ષરોમાં નીચેનું લખાણ મૂકવામાં આવ્યું છે : This Oldest Jaina collection of Palm and Paper manuscripts (Shri Jinabhadra Jaina Gnana Bhandar) after eight hundred years has been completely been revised, recognized, descriptively catalogues and microfilming arrangements made in V. S. 2006 • 7, by Muni Punyavijayaji Maharaja. Financial contribution through Jain Swetamber Conference, Bombay”. અર્થાત્ તાડપત્ર અને કાગળની હસ્તપ્રતોના આ પ્રાચીનતમ સંગ્રહ (શ્રી જીનભદ્ર જૈન જ્ઞાનભંડાર)ને, આઠસો વર્ષો પછી સંપૂર્ણ રીતે પુનરાવર્તિત, પુનવ્યવસ્થિત, વર્ગનપૂર્વક સૂચિબદ્ધ કરીને (હસ્તપ્રતોની) માઇક્રોફિલ્મો કરી લેવાની વ્યવસ્થા મુનિ પુણ્યવિજ્યજી મહારાજે વિ. સં. ૨૦૦૬ -૭માં કરી છે. આ માટેનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org