________________
૧૩. બુદ્ધિસાગર વ્યાકરણ : હસ્તપ્રતો અને સંપાદન
ડિૉ. નારાયણ એમ. કંસારા
'પ્રભાવક ચરિત'માંના અભયદેવસૂરિપ્રબંધ'માં જીનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ વિષે ઘણી માહિતી મળી આવે છે. જીનેશ્વરસૂરિએ ન્યાયવિષયક પ્રમાણમ્ય” નામે ગ્રંથની અને બુદ્ધિસાગરસૂરિએ “શબ્દલક્ષ્ય' અર્થાત વ્યાકરણવિષયક પંચગ્રંથી વ્યાકરણ” અથવા “બુદ્ધિસાગરવ્યાકરણ'ની રચના કરીને એમના જમાનામાં શ્વેતામ્બર જૈનોના સાહિત્યમાંની તે તે ક્ષેત્રમાંની ઊણપ પૂરી કરી હતી. આ બન્ને ગ્રંથકારો ખરતર ગચ્છના શ્વેતામ્બર જૈન આચાર્યા હતા અને તેમનો સમય આશરે ઈ.સ. ૯૮૦થી ૧૦૨૫ના અરસામાં જણાય છે.
એમાંથી બુદ્ધિસાગરસૂરિકૃત ‘પંચગ્રંથી બુદ્ધિસાગર વ્યાકરણ' જેને ગ્રંથકારે પ્રારંભના મંગલશ્લોકમાં “શબ્દલક્ષ્ય” તરીકે ઓળખાવ્યું છે, તેની ચાર હસ્તપ્રતો મળી આવે છે : (૧) જેસલમેરનું તાડપત્ર (૨) પાટણની પ્રત ક્રમાંક ૬૬૦૮ (૩) પાટણની પ્રત ક્રમાંક ૬૮૩૩, અને (૪) વડોદરાની પ્રત. આ ચાર હસ્તપ્રતોનું વિગતવાર વિવરણ નીચે મુજબ છે :
૧. જેસલમેરનું તાડપત્ર:
મૂળ તાડપત્રપ્રત જેસલમેરના બડભંડારમાં નં. ૬૦૮ તરીકે સચવાયેલી છે. આ હસ્તપ્રતની માઇક્રોફિલ્મ મુનિ શ્રી પુણ્યવિજયજી મહારાજસાહેબે તૈયાર કરાવી હતી, જે આજે પણ લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર (એલ. ડી. ઇન્સ્ટિટયૂટ ઑફ ઇન્ડોલોજી) માં માઈક્રોફિલ્મ રોલ નં. ૬. માંના નં. ૯૫ રૂપે સચવાઈ રહી છે. આ માઇક્રોફિલ્મની ફોટોકોપીની પ્લેટ નં. ૧૩૧ થી ૧૮૭ અર્થાત્ ૫૭ પ્લેટો પર હસ્તપ્રતના કુલ ૩૯૪ પત્રોના ફોટોગ્રાફ કાઢવામાં આવ્યા છે. આમાં પત્રોની લંબાઈ આશરે ૪૫ થી ૩૦ સે. મિ. છે. અર્થાતુ કેટલાક પત્રો લાંબા છે તો કેટલાંક ટૂંકા પણ છે. પત્રોની પહોળાઈ આશરે પાંચ
૧૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org