________________
- ૧૨૨ હસ્તપ્રતવિદ્યા અને આગ સાહિત્ય: સંશોધન અને સંપાદન : ૧
આર્થિક દાન જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ, મુંબઈ મારફત (મળ્યું છે). આ હસ્તપ્રત ખૂબ મહત્ત્વની છે કેમ કે તેને લીધે જ સંશોધકને ગ્રંથના સાચા પાઠ પ્રાપ્ત કરવામાં સહાય મળે છે, જોકે તેમાં ઉષ્મણનું તાલવ્યીકરણ (જેમ કે ? ને બદલે જ ઘ.ત. “') પ્રથમ પત્રની પ્રથમ પંકિતમાં તથા અનુસ્વારનો અભાવ (જેમ કે તે જ પત્રમાં તે જ સ્થાને પ્રથમ શ્લોકમાં ગુરુ પાઠમાં) તેમ જડ અને ડ વચ્ચેના ભેદનો અભાવ જોવા મળે છે જ.
૨. પાટણની પ્રત કમાંક ૬૬૦૮:
આ હસ્તપ્રત જૂના અમદાવાદી કાગળ પર લખાયેલી છે, અને પાટણમાંના વાડીપાર્શ્વનાથ જૈન જ્ઞાનભંડારમાં ડાબડા નં. ૧૬૮માં “બુદ્ધિસાગર વ્યાકરણ પંચગ્રંથી'એ નામે હસ્તપ્રત સૂચિમાં ૬૬૦૮ કમાંકે નોંધાયેલી છે. આ પ્રત વિ. સં. ૧૯૪૮માં લખાયેલી છે. એના કુલ ૧૦૪ પત્રો છે. દરેક પત્રની લંબાઈ પહોળાઈ ૩૦.૫ x ૧૧.૧ સે.મિ. છે. લખાણવાળા ભાગની લંબાઈ પહોળાઈ ૨૫૪ x ૮.૭ સે.મિ. છે. અક્ષરોનું માપ આશરે ૦.૩ સે.મિ. છે. લખાણ દેવનાગરીમાં પડિમાત્રા શૈલીમાં છે. ગ્રંથનું નામ ડાબા હાંસિયામાં બીજી અને ત્રીજી પંકિતની હરોળમાં બલુદ્ધિસાગર ત ચારા' એમ લખવામાં આવ્યું છે. પત્ર ૫૬૬ના માટે પ્રત્યેક પૃષ્ઠની વચ્ચોવચ્ચ અંગૂઠા તથા આંગળાનું ટેરવું મૂકવા માટે આશરે બે સે.મિ.ની ચોરસ કોરી જગ્યા રાખી છે અને ડાબા તથા જમણા હાંસિયામાં વચ્ચોવચ્ચ એક વર્તુળ તથા ઉપર નીચે કલાત્મક વેલીની કે ભાલાની રેખાત્મક આકૃતિ દોરેલી છે. ડાબા હાંસિયામાંના વર્તુળમાં નાગરી ૬૩, ૬ અને # એવા અક્ષર એકબીજાની ઉપર નીચે લખવામાં આવ્યા છે. જમણા હાંસિયામાંના વર્તુળમાં સળંગ પત્રકમાંકો ૯૬થી શરૂ કરીને લખવામાં આવ્યા છે. સાથે સાથે ૧ થી શરૂ કરીને અલગ પત્રકમાંકો પાછળના પૃષ્ઠ પર છેલ્લી પંક્તિની હરોળની નીચેના ભાગે જમણી બાજુના હાંસિયામાં લખેલા છે. લખાણમાં શ્લોક કે સૂત્રના અંતનું સૂચન લાલ શાહીની પાર્થભૂમિ પર કાળી શાહીના લખાણ દ્વારા કરવામાં આવ્યું છે. હાસિયામાંનાં વર્તુળો નીચે પણ લાલ પાર્શ્વભૂમિનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ડાબો જમણો હાંસિયો પણ લાલ બેવડી રેખાઓ વડે લખાણભાગથી અલગ પાડવામાં આવ્યો છે. રિવાજ મુજબ પ્રથમ પત્રનું પ્રથમ પૃષ્ઠ કોરું રાખ્યું છે અને ગ્રંથનું લખાણ બીજા પૃષ્ઠથી શરૂ થાય છે. દરેક પૃષ્ઠ પર ૧૭ પંક્તિઓ છે અને દરેક પંક્તિમાં આશરે ૭૯ અક્ષરો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org