SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ હ૦ હેમચંદ્રાચાર્ય કિયાનું મહાન પરિણામ સમજાવવા માટે પૂરતું છે. હેમચંદ્રાચાર્યે “પ્રયાશ્રયમાં * એવી અનેક કાકુ-ઉક્તિઓ મૂકી છે કે જે નાજુક, સુંદર, ઘરરખુ, પ્રેમભરેલી ગુજરાતણ આપણી સમક્ષ રજૂ કરે છે. અને જ્યારે આ ગીન્દ્રને એ વિષય પરત્વે આટલી શાંત રીતે વાત કરતા જોઈએ છીએ, ત્યારે તે લાગે છે કે, “પરમવિરોધી શૃંગાર અને શાંતને આ ભાવિક સંકર x જેમ અમરુની અસાધારણ સંસ્કારી પ્રતિભા દર્શાવે છે, તેમ હેમચંદ્રાચાર્યને આ શૃંગાર અને શાંત, વીર અને વિનેદ, ધર્મ અને પ્રેમ, – એ એનામાં હંમેશાં નજરે પડતાં કોને પરમવિધી કેંદ્ર સમન્વય ને અનેકાન્તવાદ એની અસાધારણ પ્રતિભા દર્શાવે છે. એટલે જ જ્યારે સિદ્ધરાજ જયસિંહ, ચૌલુક્યોના વંશમાં ઊતરેલી કવિ કાલિદાસે રધુઓ માટે વર્ણવેલી – વાર્ધક્ય મુનિવૃત્તીનાં ચોનાને તનુત્યજ્ઞાન્ જેવી દુનિયા સાથેની સમાધાનવૃત્તિમાં રાચી રહ્યું હતું અને જ્યારે પોતે આ જીવન કયાંથી આવ્યું, ક્યાં જાય છે, અંતે શું રહે છે – એ તત્વજ્ઞાનીની મને દશામાં હતા ત્યારે, મેરૂતુંગે દર્શાવ્યા પ્રમાણે, એક વખત તેણે બધા પંડિતોને ભેગા કરી, ઈશ્વર અને ધર્મ વિશે પ્રશ્ન કર્યો : સત્ય શું છે, એ શી રીતે મળે? એ પ્રશ્નનો ઉત્તર આપનાર દરેક પિતા પોતાના સંપ્રદાયની પ્રતિષ્ઠા સ્થાપવામાં તપર દેખાય. એમને મન સત્ય માટે સંપ્રદાય નહિ, પણ સંપ્રદાય માટે સત્ય હતું. એ ઉપરથી સિદ્ધરાજે હેમચંદ્રા જ દ્વયાશ્રય : ૨-૨૫૨૬, શ્રી કેશવ હર્ષદ ધ્રુવના શયદ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy