________________
હેમચંદ્રાચાર્ય એ ઉદાહરણે માટે એ કાવ્યરચના કરી એ જેટલું સાચું છે, એના કરતાં વધારે સાચું તે એ છે, કે દુનિયાની મહત્તાને ક્ષણિક માનવા છતાં, એ સાધુના હૃદયમાં ઊંડે ઊંડે પાટણ, ગુજરાત, ગુજરાતી અને ગુર્જર દેશ, ગુજ રાતની સરસ્વતી – અને હાલને શબ્દ વાપરીએ તે ગુજ. રાતની અસ્મિતા” * – થનગનાટ કરી રહ્યાં હશે. જેટલા ગૌરવથી કોઈ પણ જર્મને પ્રેફેસર પિતાના બલિનનું વર્ણન કરે, લગભગ એટલા જ ગૌરવથી હેમચંદ્રાચાર્યે પાટણ નગરીનું વર્ણન આપ્યું છે. “દ્વયાશ્રયને ગમે તે સ્થળે ઉઘાડે અને તેમાં મહાન હેમચંદ્રાયાયની મૂતિ દેખાશે – જાણે કે વૈયાકરણ, યેગીન્દ્ર, તત્વજ્ઞાની, આ સંસારની ભૂમિકાને અનેકાન્તવાદની દષ્ટિએ જોઈ શકાય એ સિદ્ધ કરતા હોય તેમ, “દ્વયાશ્રય”માં ઠેરઠેર ગુજરાતની રમણીઓ,
દ્ધાઓ, પાટણના નાગરિકે, Xગોપવધૂઓ, મહાપંડિતે,. જીવનના વિવિધ પ્રસંગે, ધાર્મિક સહિષ્ણુતા દેખાડતાં વર્ણને, X સ્ત્રીઓના મધુર સંવાદ, ઉત્સ, પ્રજાના
* આ શબ્દપ્રયોગ શ્રી કનૈયાલાલ મુનશીએ પાતંજલ યોગદર્શનમાંથી ઉપાડીને ચલણ બનાવ્યું છે. બાકી, એને ખરે અર્થ તો અહંતા છે. એને પહેલો ઉપયોગ કદાચ શ્રી બલવંતરાય ઠાકોરે કર્યો લાગે છે.
* સર્ગ ૧-૭૨, ૭૮, ૮૩, ૮૮, ૧૦૭, ૧૩૧; સર્ચ ૨-૨૫, ૨૬, ૩૨, ૩૩, ૧૦૫; સર્ગ ૩-૬, ૮, ૧૦, ૨૪; સર્ગ ૬-૯૫; સર્ગ ૭-૧૦૬; અને બીજા અનેક શ્લોકે આ વસ્તુસ્થિતિની ખાતરી કરાવે તેવા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org