SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચંદ્રાચાર્ય દુર્લભરાજ, ભીમ અને કર્ણ – એના સઘળા જ પરાક્રમી પિતૃઓએ આ વિજયોત્સવ ઈળ્યો હતે, પણ એ મેળવવાનું સદ્ભાગ્ય તે સિદ્ધરાજને જ મળ્યું. પાટણની પ્રજા સિદ્ધરાજને નિહાળવા ઘેલી બની હતી. અણહિલપુરે તે દિવસે સમુદ્રનું સ્વરૂપ લીધું હતું. ગુજરાત રાતદિવસ એક કરીને પિતાનાં રાસ ને નૃત્ય તૈયાર કરી રહી હતી. નગરજને રાજાને જેવા ખડે પગે તૈયાર થઈ ગયા હતા. આજે એમના રાજાએ ભારતવર્ષમાં સિદ્ધ કર્યું હતું, કે પાટણ પાટલીપુત્ર થવાની યોગ્યતા ધરાવે છે. આખું અણહિલપુર પાટણ તરંગે ચડેલા સમુદ્રને દેખાવ ધારી રહ્યું હતું. પાટણના લોકેએ ઘેર ઘેર મંગળચિહુને બાંધ્યાં હતાં. વિદ્વાનો પિતપતાની પ્રશસ્તિઓ લખવામાં સ્પર્ધા કરી રહ્યા હતા. તે વખતે કુદરતી રીતે જૈન સમાજ તરફથી વિદ્વાન હેમચંદ્રાચાર્યજીની આ કાર્ય માટે વરણ થઈ હતી, અને હેમચંદ્રાચાર્યની વાણીમાં ગુજરાતની ભવ્યતાને ટંકાર હતઃ આજના વિયેત્સવે રાજાના અંતરમાં પ્રેરેલ આનંદને ખરેખર પડ હતે. પ્રભાવક ચરિત્રમાં એ લેકે આપ્યા છેઃ भूमि कामगवि ! स्वगोमयरसैरासिञ्च रत्नाकराः ! मुक्तास्वस्तिकमातनुध्वमुडुप ! त्वं पूर्णकुम्भो भव ! + अन्यदा सिद्धराजोऽपि जित्वा मालवमंडलम् । समाजगाम तस्मै चाशिषं दर्शनिनो ददुः ।। तत्र श्रीहेमचन्द्रोऽपि सूरिभूरिकलानिधिः । उवाच काव्यमव्यग्रमतिश्रव्यनिदर्शनम् ॥ પ્રભાવરિત્ર, રર, શ્લો૦ ૭૦–૭૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy