SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચંદ્રાચાર્ય મુખ્ય કારણ કે પછી સિદ્ધરાજે 3 વર્ષોમાં, જાગ્રત હોવી જોઈએ. * “યોગશાસ્ત્રમાંથી જ બીજી વસ્તુ એ જાણવાની મળે છે કે એની અનેક કૃતિઓની પેઠે એમાં પુષ્કળ પ્રમાણમાં બાહ્ય સાધનને ઉપગ કર્યો છે, છતાં પિતાને અનુભવ પણ એમાં વ્યક્ત થાય છે. અને એ જ એના જીવનનું રહસ્ય. ઊચા પ્રકારને મન, વાણી અને કર્મ ઉપરને સંયમ, એ જ એના જીવનની આટલી બધી સિદ્ધિનું મુખ્ય કારણ છે. થોડાં વર્ષો પછી સિદ્ધરાજે હેમચંદ્રાચાર્યને વ્યાકરણગ્રંથ લખવા વિનંતી કરી. પણ, એ ચેડાં વર્ષોમાં, આચાર્ય તે કેવળ વિદ્યા પ્રત્યેની અભિરુચિથી પ્રેરાઈને “Every attempt at betterment, every attempt at ablement', પ્રયત્નથી વધારે ને વધારે સમર્થ થઈને, પિતાનું સરસ્વતી સ્તવન કરી રહ્યા હતા. એ વખતે માલવાને જીતીને ગુજરાતના રાજા સિદ્ધરાજે ઘણું વર્ષોથી પાટણ અને અવંતિ વચ્ચે ચાલ્યા આવતા કલહને તાત્કાલિક અંત આણ્ય હતે. એ જીત વધારે મૂલ્યવાન તે એટલા માટે હતી કે જયપરાજયની અનેક મુશ્કેલીભરેલી કુશંકાઓ વચ્ચે થઈને, પાટણના તરુણ રાજાએ, “સિદ્ધરાજ' એ નામ સિદ્ધ કરતે હોય તેમ, બાર વર્ષ સુધી એ એક જ કાર્ય માં સઘળું પ્રજાકીય સામર્થ્ય રેડીને, વિજયને શક્ય બનાવ્યું હતું. ચામુંડ, * गिरिहेवि आणिउ पाणिउ पिज्जई, तरुहेवि निवडिउ फलु भक्खिजई । गिरिहुँ व तरुव पडिअ उअच्छइ, विसयहिं तहवि विराउ न गच्छई ॥ –કુમારપાલચરિત, અષ્ટમ સર્ગ, ૧૯ + “The will to believe ”—W. James Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy