SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ હેમચ`દ્રાચાય દર્શાવીએ, તે જેમ એ વિખ્યાત શિલ્પકૃતિમાં પથરાયેલે વિષાદ જોઈને આપણને એટલી જ મહત્તાથી વિષાદ સહન કરવાની અભિલાષા જાગે છે, કારણ કે કલાના એ વિજય છે, કે એ તમારામાં મહત્તા પ્રેરે ને તમારી મહત્તાને જાગ્રત કરે, તેમ હેમચંદ્રાચાર્યની આ સાકિ સરસ્વતીસેવાએ દેવબેધના અંતરમાં રહેલી ખરી મહત્તા પ્રકટાવી લાગે છે. એ વખતે એ મેલ્યા : ‘ વાતુ ત્રો હેમોપાજી: ’ વગેરે. આ પ્રસંગને નિમિત્ત બનાવી હેમચ'દ્રાચાર્ય' કવિ શ્રીપાલને મેલાવ્યા અને તે એ વિદ્વાનાને મંત્રીના આનંદ અપાવ્યા. હેમચંદ્રાચાર્યની આ પ્રમાણે સરસ્વતીની આરાધના તા ચાલુ હશે જ, પરંતુ ત્યાર પછી એક પ્રસંગ એવા બન્યા કે એ આરાધનાએ વધારે વ્યાપક સ્વરૂપ લીધું. હેમચંદ્રના જીવનના ઘણા પ્રસંગે વ્યવસ્થિત રૂપે મળી શકતા નથી, એ આપણુ દુર્ભાગ્ય છે. આવા સતત પરિશ્રમશીલ વિદ્વાને શી રીતે અભ્યાસ કર્યાં, કોની કોની પાસે કર્યાં, એના અભ્યાસની રીત કેવી હતી, એના લખાણની પ્રથા કેવી હતી, એ કયારે લખતા, એમણે શી રીતે આટલાં મહાન પુસ્તકોની રચના કરી — એ સઘળાની સંપૂર્ણ માહિતી મળી શકી હોત તે હેમચંદ્રાચાર્યનું જીવન જેવું લાગે છે એના કરતાં વધારે ઉન્નત અને પ્રભાવશાળી લાગત. પણ આપણે ૮ યેાગશાસ્ત્ર ’ ની એની શૈલી ઉપરથી એક વસ્તુ પામી શકીએ છીએ, કે એનામાં ‘ આભ્યતર તપ ’ ની ભાવના અતિ તીવ્રપણે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy