SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ હેમચંદ્રાચાર્ય જર્મનીના કેડરિક વિષે એક વાત છે, કે એક વખત એને રસ્તામાં આવતે જોઈ, એક પંડિતજને ખસીને માર્ગ આપે. પંડિતને મિત્ર, જે કાંઈક છિદ્રાન્વેષી હશે, તેણે ટકેર કરી : “શું મારા ભાઈ, તમે પણ રાજાની શેહમાં તણાયા કે ?” પંડિતે કહ્યું: “તમે ભૂલે છે. એના માથા ઉપર દેશને ભાર છે.” અને પછી તેણે ચાલ્યા જતા રાજાની પાછળ જોઈ રાખતા તેના મિત્રને કહ્યું: “જોયું?” ફેડરિક ચાલ્યો જતે હતો, એટલામાં કઈ મજૂર માથે ભાર ઉપાડીને મળે, એટલે રાજાએ ખસીને તેને તરત માર્ગ આપે હતે, તે બતાવીને તેણે કહ્યું : “જોયું?” જે માણસ જે સ્થાન ઉપર છે, તે સ્થાનનું માહાસ્ય સમજીને તેના વ્યક્તિધર્મને પિછાનવે જોઈએ. ભારતવ્યાપી કીર્તિના સ્વામી તરીકે સિદ્ધરાજે, તે જમાનાના રાજધર્મ પ્રમાણે, અમુક દિશામાં મહત્વાકાંક્ષી થયે જ છૂટકે છે, એ ધ્વનિ હેમચંદ્રાચાર્યના આ લેકમાં છે. એથી વધુ તે એની પ્રકૃતિમાં લેકસંગ્રહ અને ધર્મસંગ્રહ એ બનેને સમન્વય સાધવાનું જે મહાન સામર્થ્ય હતું તે એમાં દેખાઈ આવે છે. કદાચ એ સામર્થ્યને લીધે જ પંડિત દેવધે હેમચંદ્રાચાર્યની મહત્તા પિછાની હશે. હેમચંદ્રાચે તે પંડિત દેવબેધ વિના બીજે સમર્થ જ્ઞાન નથી એમ મત આપે જ હતે. દેવબોધે એના વિષે કહેલી પેલી પ્રસિદ્ધ ઉક્તિ હેમચંદ્રાચાર્યના વયના પ્રમાણમાં તેણે પાટણમાં મેળવેલી કીતિને ઉલ્લેખ કરે છે. અને, એ ભૂલવું ન જોઈએ કે, શ્રીપાલ જેવાને સામાન્ય ગણું કાઢનાર આ ગૌરવપ્રિય અભિમાની પંડિત આપેલી એ અંજલિ છે. આ રહી એ અંજલિ – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy