________________
હેમચંદ્રાચાર્ય
૫૫
પશ ન કરવા જેટલા સમર્થ હતા. એટલે કુદરતી રીતે જ સિદ્ધરાજનું મન દેવચંદ્રસૂરિના પટ્ટશિષ્ય ને આચાર્ય હેમચંદ્ર પ્રતિ આકર્ષાયું હતું.
બુહૂલર એક પ્રસંગ “પ્રભાવચરિત્ર”માંથી આપીને એના ઉપર ટીકા કરતાં કહે છે, કે હિંદુસ્તાનને સાહિત્યરસિક રાજવી વિદ્વાન કવિને પિતાને ત્યાં નિત્ય આવવા આમંત્રણ કરે એ
સ્વાભાવિક છે, પણ એ માટે શેડે પણ પરિચય અગાઉ હવે આવશ્યક છે. “પ્રભાવચરિત્ર” અને જિનમંડનકૃત કુમારપાલપ્રબંધ” – એ બન્નેમાં આપેલે પ્રસંગ એ છે, કે એક વખત સિદ્ધરાજ હાથી ઉપર બેસીને મુખ્ય રસ્તા ઉપર થઈને જતું હતું. એટલામાં સૈનિકે ને નગરજનોની ભીડને લીધે એક દુકાન ઉપર ઊભેલા હેમચંદ્રાચાર્યને રાજાએ જોયા. રાજાએ હાથી ત્યાં ઊભે રાખ્યા, અને આચાર્યને કંઈક કથન કરવા વિજ્ઞપ્તિ કરી. તે વખતે હેમચંદ્રાચાર્યે કહેલે લેક એટલે સુદર હતું કે રાજાએ એમને પિતાને ત્યાં સભામાં હંમેશાં આવવાની વિનંતી કરી.
આ લેક હેમચંદ્રાચાર્યની અત્યંત સુંદર સમન્વય વૃત્તિ પણ પ્રકટ કરે છે. એમાં એ કહે છે કે, “હે રાજનું સિદ્ધરાજ ! તારા હાથીને તો નિરંકુશ આગળ વધવા દે; દિગ્ગજો પ્રજે તે ભલે ધ્રુજતા; એ ચિંતા કરવાની તારે ના હેય; કારણ કે તે પૃથ્વીને ભાર ધારણ કરે છે.” ૪ શ્લોક આ પ્રમાણે છે– कारय प्रसरं सिद्ध ! हस्तिराजमशङिकतम् । त्रस्यन्तु दिग्गजाः किं तैर्भू स्त्वयैवोद्धृता यतः ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org