SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચંદ્રાચાર્ય દેવસૂરિને રાજાએ આ વિજયના મહોત્સવ પ્રસંગે જે તુષ્ટિદાન આપવાનું કર્યું હતું, તેમાંથી એક સુંદર જિનમંદિર બંધાવવાનો નિર્ણય થયે. પંડિત દેવબોધિને એ મંદિર-મહેસવ પ્રસંગે દેવસૂરિએ આમંત્રણ આપેલું. તે વખતે એણે એક સુંદર કલેક કહ્યો : एका रागिषु राजते प्रियतमादेहाई हारी हरो। नीरागेषु जिनो विमुक्तललनासंगो न यस्मात् परः । दुर्वारस्मरघस्मरोरगविषव्यासंगमूढा जनः शेषः कामविडम्बितो न विषयान् भक्तुि न मेोकतु क्षमः ।।* હેમચંદ્રાચાર્ય પ્રત્યે સિદ્ધરાજનું આકર્ષણ વધવાનું એક વધારે કારણ આપણને મળે છે. દેવબોધિની વિદ્વત્તા અગાધ હતી. તેના પ્રત્યે રાજાને પ્રીતિ પણ હતી. શ્રીપાલ કવિને તે રાજા પિતાને મિત્ર‘પ્રતિપન્નબંધુ'- જ ગણત.+ શ્રીપાલ કવિએ રુદ્રમહાલય અને દુર્લભસરોવરસહસ્ત્રલિંગ સરોવર – પર પ્રશસ્તિઓ લખી હતી. = * દેહાધે ધરી રાજતા પ્રિયતમા રાગી મહાશંકર, નિત્યે વા લલના તજી બની ગયા નીરાગી જિનેશ્વર; બીજા તે નહિ રાગસર્પ વિષને વ્યાસંગ મૂઢ તજે, હાંસીપાત્ર બની રહે મદનના, ના એ તજે કે ભજે. + જુઓ “કુમારપાલપ્રતિબોધ’, અંતિમ પ્રશસ્તિ – __ श्रीसिद्धाधिपतिः ‘कवीन्द्र' इति च 'भ्राते 'ति च व्याहरत् । = એ પ્રશસ્તિમાંથી શ્રીપાલ કવિ વિષે કાંઈક ખ્યાલ આવે. એનામાં સિદ્ધરાજ જે ઈચછી રહ્યો હતો, તે કદાચ નહિ હોય. કે વખતે એ શક્તિ હોય તે પણ કવિ પ્રજ્ઞાચક્ષુ હોવાથી એક રીતે શારીરિક અપંગ અવસ્થામાં ગણાય. “કુમારપાલપ્રતિબોધ”ની અંતિમ પ્રશસ્તિમાં તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy