________________
હેમચ‘દ્રાચાય
આ પ્રસંગ પછી હેમચંદ્રાચાર્યનું સ્થાન વધારે ને વધારે પ્રતિષ્ઠાભર્યું થતું ગયું.
એ ખરું છે કે, ખુલર લખે છે તેમ, હેમચદ્રને ઉદયન મંત્રીની સાહાય્ય હતી ને તેથી એણે સિદ્ધરાજ પાસે જવામાં મદદ કરી હોય. પણ વધારે સંભવિત એ છે, કે એ વિચક્ષણ રાજપુરુષે આ પ્રતિભાશાળી નર વિશે રાજાને કાંઈ કહેવામાં એની સેવા કરતાં અપસેવા જ વધારે જોઈ હોય. વળી હેમચ`દ્રાચાર્યની પ્રસિદ્ધિ તા પાટણ આવતા પહેલાં પણ થઈ ચૂકી હતી, એટલે વધારે સંભવિત તે એ છે કે જયસિંહ પોતે જેમ સર્વ વિદ્વાના તરફ નૈસર્ગિક રીતે આકર્ષાતા, તેમ હેમચંદ્રાચાર્ય પ્રત્યે પણ આકર્ષાયા હોય. - + આ વાતને મેરુડુંગના ‘ પ્રબંધચિંતામણિ ’માંની આ વાતથી અનુમેાદન મળે છે : સિદ્ધરાજે એની કીર્તિ સાંભળી જવાની પૃચ્છા કરી, નહિ કે ઉદ્દયને એની ભલામણ કરી : અન્યા શ્રીહેમચન્દ્રસ્ય लोकोत्तरैगुणैरपहृतहृदयो नृपतिर्मन्त्रिउदयनमिति पप्रच्छ यदीदृशं पुरुषरत्नं समस्त वंशावतंसे वंशे देशे च समस्त पुण्यप्रवेशिनि निःशेषगुणकरे नगरे च कस्मिन्समुत्पन्नमिति ॥ આ ઉલ્લેખ કુમારપાલના સમયના હાય એ બરાબર લાગતું નથી. જોકે ‘ પ્રબંધચિંતામણિ 'માં કુમારપાદિપ્રખધમાં એ હાવાથી ગોટાળા થવાના સંભવ છે. ઉદયન મંત્રી અને કુમારપાલના સમયમાં તા હેમચંદ્ર ધણા જાણીતા હાય, એટલે આ પૃચ્છા સંભવિત લાગતી નથી. કુમારપાલપ્રતિબાધ ' પ્રમાણે તા વાગ્ભટે આ વાત કરી છે. એટલે, સંભવિત એ છે કે ઉલ્લેખ સિદ્ધરાજને લગતા જ હાય. ડૅા. ખુલરે આ પ્રસંગ જે રીતે મુકાયા છે તે વિષે શંકા બતાવી છે. આટલા પ્રાથમિક પરિચય સિદ્ધરાજે સ્તંભતા માં જ મેળવ્યા હાય અને પછી પાટણમાં વધારે પરિચય થયેા હેાય. એટલે મેરુત્તુ ંગના આ ઉલ્લેખ આ રીતે ઘટાવવા વધારે યાગ્ય લાગે છે.
6
પર
Jain Education International
.
For Private & Personal Use Only
www.jainelibrary.org