________________
પ૧
હેમચંદ્રાચાર્ય કરતા તેનું વર્ણન આવે છે. આર્યસંસ્કૃતિને આત્મા ધર્મ છે, અને સાહિત્ય એ પણ એનું એક ઉપાંગ છે. એટલે આપણે ત્યાં સામાજિક કે સંસ્કૃતિને પરિવર્તનની દિશા ધર્મમંદિરમાંથી નક્કી થતી આવી છે. આવા શાસ્ત્રાર્થો દ્વારા લેક માર્ગદર્શન પામતા, અને સાહિત્ય, સંસ્કૃતિ અને ધર્મમાં ગૌરવ લેતા શીખતા. કુમુદચંદ્રની આત્મગૌરવવંતી વાણી
“સ્થિતે વાહન વાત” – અને દેવસૂરિને જવાબ–
ઝાર્ચ વિવાન રહે ! તત્ર, સવારના ઘોતઋતે જ !' વગેરે ઉક્તિઓ ઉપરથી એ રણપંડિતની મૂર્તિ ખડી થાય છે. *
સંભવિત છે કે પિતાના મતાગ્રહની ખેંચતાણથી પાટણના નગરજને અને રાજપુરુષે પણ બે વિભાગમાં વહેંચાઈ ગયા હોય. માતા મીનલદેવી અને તેને માતૃભક્ત તરુણ રાજા – એ બન્નેને પણ અંતરમાં એક કે બીજા પક્ષ પ્રત્યે સહાનુભૂતિ થઈ હશે. પણ છેવટે તે રાજા એ રાજા જ રહે છે. દેવસૂરિએ કહ્યું છે તેમ “શાસ્ત્રાર્થ, વિદ્યાના પ્રસાદ થી જય મેળવવા માટે છે'; તેમ જય-પરાજયની દિશા વિદ્યાના પ્રભાવથી નક્કી થાય છે, ને રાજા-રાણે સૌને લાગે છે કે કુમુદચંદ્રની હાર થઈ છે. તે સમયના ધેરણ પ્રમાણે હારેલે પડિત અને હારેલે સેનાપતિ માનભંગ થઈ દેશ. નિકાલ પામતા. * મુનિ જિનવિજયજી સંપાદિત પુરાતનપ્રબંધસંગ્રહ, દેવાચાર્યપ્રબંધ; પ્રબંધચિંતામણિ, ગુજરાતી ભાષાંતર, શ્રી દુર્ગાશંકર શાસ્ત્રી; અને પ્રભાવક ચરિત, દેવસૂરિપ્રબંધ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org