SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચંદ્રાચાર્ય દેવાને ને તેને હજાર મંદિરથી શણગારવાનો વિચાર કરતે.. હેમચંદ્રાચાર્યે જે વાણુમાં વ્યક્ત કર્યું તે એને વ્યવહારમાં જવાની ઈચ્છા હતીઃ प्राक् शौर्य वृत्तो प्राङ्कच्छास्ने प्राङ्क् शमे प्राक् समाधिषु । प्राङ्क् सत्ये प्राक् षड्दर्शन्यां प्राक षडङ्गथामितो जनः । આવા આ તરુણ, કપ્રિય, યશસ્વી, આનંદી, સરસ્વતી પૂજક જુવાન નૃપતિની મહત્ત્વાકાંક્ષા પાટણની પ્રજાને પણ પ્રજા તરીકેનું નવીન ગૌરવ આપી રહી હતી. કઈ પટણીનું અપમાન થાય તે જાણે આખા પાટણનું અપમાન થતું હોય તેમ નગરજને માની લેતા. જેણે જયસિંહની વિકસભાને પણ “દીન રામે એમ કહીને ગ્રામ્ય સભા ગણી હતી, તે મહાવિદ્વાન દેવધ નામે ભગવદશની પાટણમાં આવ્યા, ત્યારે તેણે આપેલા દુધ લેકને ભેદક, પર્વતશિલાને ભેદે તેમ, રાજાની સમક્ષ, દેવસૂરિએક કરી બતાવ્યું અને પાટણમાં વણ મહાવિદ્વાને વસે છે એ સિદ્ધ કરી બતાવ્યું. હેમચંદ્રાચાર્યને પાટણના વાતાવરણમાં નવીન જ તત્વ મળ્યું. ગમે તેટલું * પ્રભાવક્યરિત્ર ૪ હેમચંદ્રાચાર્યના ગુરુ તો દેવચંદ્રસૂરિ; આ દેવસૂરિ તે વાદી દેવસુરિ; દેવચંદ્રસૂરિથી ભિન્ન છે. एकद्वित्रिचतुःपंच-षण्मेनकमने न काः । देवबोधे मयि ऋद्ध षण्मेनकमनेनकाः || (ચાર્વાક, બૌદ્ધ, વૈશેષિક, સાંખ્ય, નૈયાયિક અને પ્રભાકર -મીમાંસક-એવી રીતે, દરેક એક એક વધારે પ્રમાણ માનનારા વિષે આ ઉલ્લેખ છે. એ છયે પ્રમાણુવાદીઓને ઇચ્છનાર એવો હું દેવબોધ ક્રોધાયમાન થતાં બધાં ચૂપ થઈ જાય છે – એ એને અર્થ છે) ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy