________________
હેમચાચાય
૪૭
-
‘ ધર્મનું જાણે ધામ હોય ને નયનું સ્થાન હાય, એવું એ અણુ હિલપુર – જેને શ્રી – લક્ષ્મી સદા સેવતી – તે ભૂમિના સ્વસ્તિક જેવું લાગતું.’× આંહીં રાજા જયસિંહ સિદ્ધરાજ સ્વયં દર્શીન અને તત્ત્વજ્ઞાન જેવા વિષયની ચર્ચામાં આનંદ લઈ શકતા અને જીવનના સર્વે પ્રશ્નોને છણુવામાં જ જીવન છે એમ માનીને તલવાર, તુરંગ અને તત્ત્વજ્ઞાન; સાહિત્ય, શિલ્પ અને સૌન્દર્ય – સઘળા જ વિષયામાં એક નાના બાળકની માફક રસ લઈને ભળી જતા. એણે દૃહિણુતનયા – સરસ્વતી નદીને એક ગુજરાતી તરીકે જેટલા પ્રેમથી નિદ્વાળી હતી, અને એના જલતરંગને જોઈને એ જેટલે પ્રસન્ન થયા હતા, એટલાં જ પ્રેમ અને પ્રસન્નતા સરસ્વતીની આરાધનામાં પણુ એ ખતાવી રહ્યો હતા. અને એક કાલિદાસની જરૂર હતી, જે પેાતાની કવિતા વડે ગુજરાતને એના ગૌરવના વારસા આપી જાય, રઘુવંશના રાજાઓની ગાથા વાંચીને જેમ રાષ્ટ્રીયત્વ જાગ્રત થાય છે, તેમ ચૌલુકય કીર્તિકથન સાંભળીને, ભવિષ્યના કાર્ય પણુ ગુજરાતી પેાતાની જાતને નાની ન માને – એવી કોઈ અમરકૃતિ માટે એ ઝંખી રહ્યો હતા. એ રઘુવ’શને અને કાલિદાસને શેાધતા હતા, જેમ એણે · કોઇ દિવસ ત્રણ નડારા વાનાં – પીઠ દેવી, પૌરુષથી હારવું ને દિલ ચારવું – કર્યાં ન હતાં,' તેમ એણે ત્રણ સારાં વાનાં – તત્ત્વચર્ચા, કલા અને સાહિત્ય – વિષે કોઈ દિવસ ઉપેક્ષા સેવી ન હતી. *લાટના મજીઠ રંગ, પૃથ્વી ને જલના નૈસર્ગિક ગુણથી સર્વોત્તમ ગણાતા, એટલે એ સર્વોત્તમ રંગની પેઠે જે વિદ્યા, ભૂમિ ને
<
-
× ચાય * ચાશ્રય, ૬, ૯૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org