________________
૪૬
હેમચાચાય
ઓછા મળે છે. ડો. મુલરના જણાવ્યા પ્રમાણે ( પ્રભાવકચરિત્ર'માં એક આડકતરા ઉલ્લેખ કુમુદચંદ્ર ને દેવસૂરિના શાસ્ત્રાર્થપ્રસંગે હેમચન્દ્રે કરેલી પ્રશસ્તિના છે, એ જોતાં તે શાસ્ત્રાર્થપ્રસંગે હેમચદ્રાચાર્ય હાજર હશે એમ લાગે છે. કુમારપાળચરિત્ર ’માં પ્રથમ મેળાપના પ્રસંગના ઉલ્લેખ છે.
C
પ
હેમચ`દ્રાચાર્યે વિહાર કરતા પાટણમાં આવ્યા ત્યારે સિદ્ધરાજ જયસિંહની કીર્તિ દિગંતવ્યાપિની હતી. તેનું શૌર્ય અસાધારણ ગણાતું. તેની રાજનીતિ દિગ્વિજયી હતી. તેની મહત્ત્વાકાંક્ષા સામ્રાજ્ય સ્થાપવાની હતી. તે વિદ્વાન હતા ને વિદ્યારસિક હતા. એની નજર સમક્ષ માદ્યવભૂમિ અને વિક્રમ રાજા રમી રહ્યા હતા. અને વિક્રમના યશ પ્રાપ્ત કરવાની ઇચ્છા હતી. એને ગુજરાતમાં સરસ્વતી માણવી હતી. “ ગૂર્જરદેશ ” એમ ખેલતી એની વાચાને પ્રતાપ જુદા હતા. એનાથી ગુજરાતની લઘુતા સાંખી શકાતી ન હતી. ગુજરાતના સુભટા, સૈનિકો, સાધુએ, સરસ્વતીપુત્રા, સુંદરીએ, સમાજનેતાએ સઘળા જ મહાન હેાય એમ જોવાની અને તાલા વેલી લાગી હતી. “ ગુજરાતમાં આ નથી ’’ એ વાકય એને શરની પેઠે વીંધી નાખતું. એની સભાના વૈભવ માટા મેટા પડતા ને નરપુંગવાનાં માન છેડાવે એવા હતા. એની સભામાં જવું એ પણ સાધારણ પડિંત માટે શકય ન હતું. એ પાટણનાં ગગનચુંબી દેવાલયેા પર “ કનકની ધ્વજારૂપ ભુજાઓને ઊંચે ઉછાળીને, પોતે સુંદર સ્થાન મળવાથી હર્ષોંન્વિત થઈ હોય તેમ, લક્ષ્મી સ્વયં જાણે કે નૃત્ય કરતી.” *
"(
* કુમારપાળપ્રતિખાધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org