SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ [૫] જે વખતે સ્તંભતીર્થમાં હેમચંદ્રાચાર્યને વાવ નાગરિકેને, શ્રેષ્ઠીઓને, પ્રજાજનોને ને રાજપુરૂષને આકષી રહ્યો હતે, જે વખતે હેમચંદ્રાચાર્યના મેંમાંથી નીકળતી સરસ્વતી જુદું જ રૂપ ધરી રહેતી, જે વખતે હેમચંદ્રાચાર્ય, दग्धे बीजे यथाऽत्यन्तं प्रादुर्भवति नांकुरः । कर्मबीजे तथा दग्धे न रोहति भवांकुरः ।। - એ હરિભદ્રસૂરિની વાણીને બેલીને કર્મબીજને દગ્ધ કરવાની માનસી ક્રિયાપ્રક્રિયાને ભેદ સમજાવી રહ્યા હતા, તે વખતે કાશ્મીરથી કંકણ સુધી, ને અંગદેશથી સૌરાષ્ટ્ર સુધી – એમ આખા ભારતવર્ષમાં જેની કીર્તિ ફેલાયેલી હતી, તે સિદ્ધરાજ યસિંહ ગુજરાતને નૃપાળ હતે. “શિવને મસ્તકે શેભતી ચંદ્રકલા જેવા નિષ્કલંક ગુણવાળા લેક” તે વખતે પાટણમાં રહેતા હતા. * “દ્વયાશ્રય”માં હેમચંદ્રાચાર્ય આ પાટણનું વર્ણન યાશ્રય, ૧–૭૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy