SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચંદ્રાચાર્ય હેમચંદ્રાચાર્યની મહત્વાકાંક્ષા તે ભારતવર્ષમાં નામના મેળવવાની હતી, અને એ હેતુથી એમણે ખંભાત છેડીને પ્રસ્થાન કરવાનો વિચાર પણ કર્યો હતે. પરંતુ ગુરુ દેવચંદ્રસૂરિએ તેમને કહ્યું: “સપુરુષની કીર્તિ તેમના સ્થાનમાં જ રહેતી નથી. તમે જે ગુજરાતને તજી જશે તે કદાચ તમને વધારે કીર્તિલાભ મળશે, પણ તમારી દેશભાવના સ્થિર કરવાનું એમાં નહિ બને. ભવાંકુરને દગ્ધ કરવાની ઈચ્છા રાખનાર સાધુજને કર્મમાં આસક્તિ ન રાખતાં કર્મ કરવું એ જ એનું મહાન દેશાટન છે. શારદાને શેધવા કરતાં શારદાને અહીં જન્માવો. “વિક્રમાંકદેવચરિત'ના કવિએ ગુજરાતની વાણીને અસ્પષ્ટ કહી છે, તે દેષ ટાળવે હેય તે ગુજરાતને તમારું કરો.” બિલ્ડણની શારદાદેશની સ્તુતિએ આચાર્યને એક વખત દેશવિદેશમાં જવા પ્રેર્યા હતા. શારદાદેશના અનેક વિદ્વાને પણ ગુજરાતમાં અવારનવાર આવતા. મમ્મટ–અભિનવગુપ્ત જ્યાં સરસ્વતી મેળવી તે કાશમીર એમને આકર્ષી રહ્યું હતું, પણ ગુરુના શબ્દોએ એમને પિતાના સ્થાનનિર્ણયમાં નિશ્ચિત બનાવી દીધા. હેમચંદ્રાચાર્ય ઘણુંખરું ગુજરાતમાં જ વિહાર કરતા રહ્યા, અને પિતાના લાંબા આયુષકાળમાં તેમણે ગુજરાતને અનેક રીતે સમૃદ્ધ બનાવ્યું. * ક્ષત્ત્વિ વિધતિ ને જે સર્વવાવરુદ્ધાस्तद्भाषन्ते किमपि भजते यद् जुगुप्सास्पदत्वम् ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy