________________
૪૦
હેમચંદ્રાચાર્ય રહી હતી. તે વખતે ધીમે પગલે, સભાજનોની ભીડ વચ્ચે થઈને નતમસ્તકે એક સ્ત્રીશરીર આવતું દેખાયું.
આચાર્યે પિતાની સાથ્વી માતા પાહિનીદેવીને જેઈ!
પ્રથમ તીર્થંકર ત્રાષભદેવને નિહાળવા જેમ એમની માતાનાં પ્રજ્ઞાનયન ખૂલી ગયાં હતાં, તેમ પાહિનીદેવીનાં આંતરનયન આજે સોમચંદ્રનાં દર્શને ખૂલી ગયાં. પણ થશેધરાને જોઈને જેમ ભગવાન તથાગતને પિતાને ત્યાગધર્મ તુચ્છ લાગ્યું હતું, અને જેના ચરણ પાસે ઊભા રહેતાં તથાગતને, યુગયુગના વહી રહેલા પ્રેમસાગરના આ મહાતરંગ પાસે, પિતાની પ્રેમશક્તિ એક નાનકડી નદીની છોળ જેવી લાગી હતી, જેમ શંકરાચાર્યના વિરક્તિના મહાન સમુદ્રમાં માતૃપ્રેમના સંસ્મરણનું એક નાનું નાવડું હરહમેશ તરતું હતું, જેમ વનવાસથી પાછા ફરતા લક્ષ્મણને પિતાનાં શૌર્ય ને ત્યાગ ઊર્મિલાના વદન પર છવાયેલી એકાદ મૂકવાણની કાવ્યપંક્તિ પાસે નાચીઝ લાગ્યાં હતાં, તેમ અત્યારે હેમચંદ્રાચાર્યને આ માતાના ચરણ સમક્ષ પિતાને જ્ઞાન રોગ – પિતાની ઉપાસના – કુછ વિસાતમાં ન લાગ્યાં. જે નારીના પ્રેમસાગરના તટે ઊભા રહીને મેટા મેટા નરપુંગ નતમસ્તકે “અમે તે હજી છીપલાં શોધીએ છીએ, અમે તે હજી શંખલા વીણીએ છીએ” એમ બોલવામાં ગૌરવ લે, એવા મહાન પ્રેમના પ્રતીક જેવી આ નારી હતી. આચાર્ય હેમચંદ્ર ઊભા થઈને દોટ મૂકી, અને સૌને દેખતાં એના ચરણમાં મસ્તક મૂકી દીધું.
હું પણ આ પંથમાં જ તારી સાથે રહી છું, મેં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org