SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચંદ્રાચાર્ય આવે-જાય, પણ એમાંના કેઈને ગુજરાતની ભાષા સમૃદ્ધિને ખ્યાલ નથી. સેમચંદ્રના સવને ત્યારથી જ જુદું સ્વરૂપ લીધું. એને ગુરુ પ્રત્યે અનહદ માન હતું. એની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા કરતાં એ પિતાનું જીવન ન હોય એ વધુ પસંદ કરે. પણ સેમચંદ્રને પાટણમાં વિદ્વાન પુરુષની * સભામાં સ્થાન લેવાનું હતું. પોતે ધાર્મિક પુરુષ રહેવા છતાં અને સાધુત્વ જાળવવા છતાં, એક એવી સમન્વયરેખાનું સર્જન કરવા ઈચ્છતા હતા, કે નવા ગુજરાતના “સરસ્વતીકંઠાભરણ'માં કઈ પણ આડે ન આવે. એને મન ધર્મ મહાન હત, સરસ્વતી મહાન હતી, ગુજરાત મહાન હતું, પણ એ . સઘળી મહત્તા પ્રજાને વારસામાં મળે એ એને મન સૌથી મહાન કાર્ય હતું. કદાચ એને મન એ જ એનું જીવનકાર્ય હતું. એટલા માટે એણે તે “Let us teach ourselves that honourable stop, not to outsport discretion' (આપણે જીવનમાં એક એવી વિવેકરેખા દેરીએ કે જેથી જીવનમાં વિવેક – સાચા અર્થમાં વિવેક જળવાઈ રહે) એ જ જીવનસૂત્ર સ્વીકાર્યું. એટલે વર્ષો જતાં ગુરુ દેવચંદ્રસૂરિએ સોમચંદ્રમાં * શ્રી રસિકલાલ પરીખે લખ્યું છે તેમ હેમચંદ્ર પાટણમાં જે સ્થાન મેળવ્યું તે અસાધારણ વિદ્વાનોની વચ્ચે મેળવ્યું હતું. શ્રીપાલે યોગ્ય રીતે કહ્યું છે કે જ્યાં સુધી જયસિંહની સભા જોઈ ન હોય ત્યાં સુધી સૌ કઈ પિતાને વિદ્વાન માને. આવા મહાન વિદ્વાને માં સ્થાન મેળવવાની સેમચંદ્રની તૈયારી એ સરસ્વતીની સેવાને નાદર નમૂને છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy