SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચદ્રાચાય ૩૩ વર્ણવે છે તેમ, સામચંદ્ર વિષે કહી શકાય કે, “ તે ઇંદ્રિયાના ધમથી વિરક્ત રહેતા અને અલ્પભાષી બની વિહરતા હતા.’ આ પ્રમાણે સામચંદ્ર વ્યાકરણ, યાગ, કાવ્ય, કોષ, ન્યાય, તત્ત્વજ્ઞાન, શબ્દશાસ્ત્ર, ઇતિહાસ, પુરાણ અને બીજા અનેક વિષયામાં પ્રવીણ થવા ‘ મૌનના મહાસાગર ’માં પોતાની નાવ ચલાવી રહ્યો હતા. તે અ૫ભાષી, સ્વપ્નદર્શી, તેજસ્વી અને સંયમી જુવાન પેાતાના અંતરમાં તે ‘શારદાદેશ'ની સરસ્વતીને ને માલવનૃપતિના‘સરસ્વતીક‘ઠાભરણુ 'ને નિહાળી રહ્યો હતા. એની સાથે રાત ને દિવસ, ચાલતાં ને ફરતાં, ઊઠતાં ને જાગતાં, નિદ્રામાં ને સ્વપ્નમાં સિદ્ધસેન દિવાકર, હરિભદ્રસૂરિ, અભયદેવસૂરિ, શાંતિસૂરિ, વાદીદેવસૂરિ અને પોતાના સમકાલીન સામપ્રભસૂરિની પ્રતિમાએ ફરી રહી હતી. એનું એકાંત જીવન અનેક મહાન નાની પ્રતિમાઆથી સભર બન્યું હતું. એ ઘણી વખત દિવસે પણ આ સ્વપ્ન નિહાળીને જાગી જતા હશે, અને માતા પાહિનીના મંગલમૂતિ, વિદ્વાન ગણાતા સામચંદ્રને હજી પણ પોતાના નાના પાંચ વર્ષોંના ચંગદેવ હાય તેમ નિહાળી રહેતી હશે. એટલે યાગી, સ*યમી ને જિતેન્દ્રિય સામચંદ્રે માતાના પ્રેમસાગરની છેાળ પાસે પોતાનાં યાંત્રિક વ્રતાના ખડકોના ભુક્કેભુક્કા થવા દીધા હાય તેા ના નહિ; કારણ કે, એણે તે માતાના પટોળાના પરિમલમાંથી પેાતાના જીવનને વધારે સયમી અને વધારે સુગંધી મનાવવાની કલા હસ્તગત કરી હતી. એ અ૫ભાષી તેજસ્વી જુવાન પેાતાની આસપાસ સઘળે સરસ્વતીની ગરીખી અનુભવી રહ્યો હતા. શ્રેષ્ઠીઓ હું. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy