SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ 2. હેમચંદ્રાચાર્ય એક ઘડીભર તેનું મન નિશ્ચય-અનિશ્ચયનાં હિંડેલ પર ચડી ગયું. - ઉદયનમંત્રીએ કહ્યું: “શ્રેષ્ઠી ! દેશનું ગૌરવ કેવળ લક્ષમીમાં, કેવળ યુદ્ધવિદ્યામાં કે કેવળ વ્યાપારમાં નથી. તેના કેટલા પુત્રે વિવિધ દેશમાં કે વિવિધ દિશામાં ધાર્મિક સંસ્કારિતા ફેલાવવા શક્તિમાન છે, એ પણ દેશના ગૌરવને વિષય છે. તમે ક્યાં નથી સાંભળ્યું કે અભયદેવસૂરિના એ પ્રસિદ્ધ શિષ્ય શાંતિસૂરિએ પાટણના જિનદેવ શેઠના પુત્રને સર્પદંશથી પણ મુક્તિ અપાવી હતી? કેવળ લૌકિક શક્તિ માટે તમારે તમારા પુત્રને રાખવું હોય, તે તમે એના પિતા છે, હું રાજપુરુષ છું; તમને અન્યાય તે આપી શકે તેમ નથી. પણ મને લાગે છે કે, એની જીવનસમૃદ્ધિ લઈ લેવામાં તમે તમને પિતાને અને એને – બનેને ભારે પાતકમાં પાડી રહ્યા છે. પછી તે તમારી ઈચ્છા.” - સરસ્વતીની શક્તિ કરતાં પણ મંત્રશક્તિનું આકર્ષણ ચાચને વધારે ગમ્યું. તેને પિતાને પુત્ર કે ઈ મહાન સાધુ ને વિજેતા થવા જ હોય, તેવું લાગ્યું. “ડાં વર્ષો પછી એ ધંધૂકામાં આવશે અને આખું નગર એનાં દર્શન કરવા ઊમટશે, એ માત્ર એક હાથ ઊંચે કરશે ને હજારો માણસે એના ચરણમાં લેશે, અણહિલપુરપાટણના એ નરપતિઓની સમક્ષ બેસશે, દેશવિદેશમાં એનું નામ પ્રસિદ્ધ થશે, એની મંત્રશક્તિ વડે આકાશમાંથી મેઘધારા છૂટશે..” ચાચની સ્વપ્નમાં આગળ વધતી જ ગઈ, અને એ ધૂનમાં તેણે મંત્રીને કહ્યું: “મંત્રીરાજ! હું તમને પુત્ર સંપું છું!” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy