SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચંદ્રાચાર્ય વાટમાંથી આ શિશુને તમે પાછું વાળશે તે તેમાં કેઈનું પણ શ્રેય નથી. કેવળ મેહથી જે લેકે સસ્પંથને નિહાળી શકતા નથી, તેમના જેવું આ તમારું વર્તન છે. મહાયામથી વિમુખ કરાવીને એ શિશુનું તમે શું કલ્યાણ સાધી શકશે? હું તે આટલું જ કહું ? जय चरे जयं चिठे जयमासे जय सए । जय भुजतो भासतो पाव कम न बधइ ।। ઉદયન એટલું બેલીને શાંત થઈ ગયું અને પિતાના વાક્યની શી અસર ચાચ ઉપર થાય છે, એની પ્રતીક્ષા કરવા લાગ્યા. તેણે શૈશવમાં દરિદ્રાવસ્થા જોઈ હતી. તે સાહસિક ને પરાક્રમી હ. જૈન ધર્મમાં એને અચલ શ્રદ્ધા હતી. એના મનથી વીરત્વભરેલી અહિંસા – સામાજિક, લૌકિક અને વ્યક્તિ ગત ઉત્કર્ષ સાધવા માટેની – એ સુંદરમાં સુંદર રાજવાટ હતી. અને છતાં એણે અનેક રાજદ્વારી કાર્યોની ધુરા વહીને પિતાની જાતને હરકેઈ મુશ્કેલી માટે હરેક રીતે તૈયાર કરી હતી. તે સમરભૂમિને જ્ઞાતા હતા. ખધારણ એણે કુલધર્મની પેઠે સ્વીકાર્યું હતું. એના પુત્ર સમરવિજેતા થવા નિર્માયા હતા. છતાં એ માનતે કે લૌકિક વ્યવહારમાં જે વાણી, કર્મ અને મનથી અહિંસક પ્રયોગ કરે છે, તે જીવનને અમુક ઉચ્ચ પ્રકારની ભૂમિકાથી જીવવાને પ્રયત્ન કરે છે. * અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રત, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy