SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ [૪] ચંગદેવને સાથે લઈને દેવચંદ્રસૂરિ સ્તંભતીર્થ તરફ વિહાર કરી ગયા. પાહિનીએ ચંગદેવનું જે મેં અંતરમાં છુપાવ્યું છે, એ એટલું તે સુંદર છે કે, એના અંતરને લેશમાત્ર શમી ગયે છે. એને પુત્રવિરહની પીડા નથી, પણ પિતાને પુત્ર મહાન થવા જન્મે છે, એ શ્રદ્ધાથી એનું હૃદય પ્રસન્નગંભીર બન્યું છે. એ હરક્ષણે પિતાના પતિ ચાચની આવવાની રાહ જોતી બેઠી હતી. જે ઘરઆંગણે પ્રવેશ કરતાં સોનેરી ઘૂઘરીના રણકાર કરતે ચંગદેવ તેની સામે દોડતે, ત્યાં આજે એટલી શાંતિ એણે જોઈ કે એને એ શાંતિમાં જ કોઈ મહા તેફાનની આગાહી લાગી. તે અંદર ગયે તે પાહિની પિતાના ધર્મકાર્યમાં તલ્લીન વિરક્તાવસ્થામાં બેઠી હતી. એ ખખડ ફરી વળે, ચંગદેવ ક્યાંય ન હતું. તેણે ઉતાવળે – કાંઈક વ્યગ્ર અવાજે – પાહિનીને પૂછયું: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy