SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચંદ્રાચાર્ય મા બાળકને પિતાની છાતી સરસે ચાંપી લે છે. એને ખબર નથી, પણ એક દિવસ આ બાળકને હાથે જ એ સંસારની સર્વ પ્રવૃત્તિને રાગ છેડી, કેવળ પિતાનામાં જ પિતાપણું શોધનાર મહાન સાધ્વી બનનાર છે. પાંચેક વર્ષના યંગદેવને આંગળીએ વળગાડી પાહિની એક દિવસ ગુરુની વંદના કરવા ગઈ હતી. એક ઘડી પછી એને એ પુત્ર એને નહિ હેય પણ ધર્મસંસ્થાને હશે, ગુજરાતને હશે, સૌને માટે જીવનધર્મ સરજનાર થઈ રહેશે એની લાડઘેલી માતાને ખબર નથી. - ચંગદેવની હોંશિયારી, ચપળતા, એની રમતગમત કરવાની રીતે – એ સઘળી વાતે ગુરુ પૂછશે, તે પિતે એ સઘળી વાત કહેશે, એ ઉલ્લાસથી એનાં પગલાં પણ અધીર બન્યાં હતાં. તે ત્યાં પહોંચી. દર્શન કર્યા. આંગળીએથી છુટ્ટો થઈને ચંગદેવ ક્યારે એક ઉપાશ્રયના ખંડમાં અદૃશ્ય થઈ ગયે તે એને ધ્યાન ન રહ્યું. પણ જ્યાં દેવચંદ્રસૂરિની વંદના કરી, માતા કાંઈક વિવળ આતુરતાથી ચંગદેવને શોધવા દષ્ટિ ફેરવે છે, ત્યાં કોઈ આજન્મ ગીની છટાથી ગુરુના આસન ઉપર બેસી ગયેલે ચંગદેવ તેની નજરે ચડ્યો ! કેને ખબર છે, પણ ચંગદેવને એક સમકાલીન તેજસ્વી રાજપુત્ર, લગભગ બરાબર એ જ સમયે, રાજસિંહા સન ઉપર બેસી આજન્મ પૃથ્વીપાલની છટાથી સૌને પાટણનગરીમાં આશ્ચર્યમુગ્ધ કરી રહ્યો હતે – જાણે વિધિની જના હોય કે આ બન્ને બાળકે ગુજરાતને યશવજ ફરકાવે! GSI, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy